ATM ટ્રાન્ઝેક્શન મોંઘા થશે: બેંકોને ફી વધારવાની છૂટ, જાણો કેટલો ચાર્જ ચૂકવવો પડશે

10 June 2021 10:21 PM
Business India
  • ATM ટ્રાન્ઝેક્શન મોંઘા થશે: બેંકોને ફી વધારવાની છૂટ, જાણો કેટલો ચાર્જ ચૂકવવો પડશે

રિઝર્વ બેંકે એટીએમ ચાર્જ વધારવાની મંજૂરી આપી, નવા દરો આવતા વર્ષથી લાગુ થશે

નવી દિલ્હીઃ
રિઝર્વ બેંકે નિઃશુલ્ક માસિક મર્યાદા કરતા વધુ વાર એટીએમ પર ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ લેવાની બેંકોને મંજૂરી આપી દીધી છે. બેંકના એટીએમનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ 1 જાન્યુઆરી, 2022 થી ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ફી ચૂકવવી પડશે. હાલમાં માસિક નિઃશુલ્ક ટ્રાન્ઝેક્શન બાદ થતા ટ્રાન્ઝેક્શન દીઠ 20 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

આજે ગુરુવારે જારી કરેલા પરિપત્ર મુજબ રિઝર્વ બેંકે બેંકોના વધતા એટીએમ ખર્ચને કારણે ચાર્જ વધારવાની મંજૂરી આપી છે. હવે 1 જાન્યુઆરી, 2022 થી દર મહિને નિઃશુલ્ક સીમાથઈ વધુ એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ફી ચૂકવવી પડશે.

● મહિનામાં પાંચ વખત મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા યથાવત

મહિનામાં રિઝર્વ બેંકે ગ્રાહકો માટે મહિનામાં પાંચ મફત ટ્રાન્ઝેક્શનની હાલની મર્યાદા યથાવત રાખી છે. આ પાંચ વ્યવહારોમાં નાણાકીય અને ગૈર નાણાંકીય વ્યવહાર શામેલ છે. આ સુવિધા જે બેંકમાં ગ્રાહકનું ખાતું છે તે બેંકના એટીએમ ઉપર જ ઉપલબ્ધ રહેશે. આ સિવાય મહાનગરોમાં અન્ય બેંકોના એટીએમથી મહિનામાં ત્રણ વખત મફત ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. નાના શહેરોમાં અન્ય બેંકોના એટીએમ પરથી મહિનામાં પાંચ વખત મફત વ્યવહાર થઈ શકે છે.

● ઇન્ટર ચેન્જ ચાર્જ વધારવાની છૂટ

આ સિવાય રિઝર્વ બેન્કે 1 ઓગષ્ટ 2021 થી નાણાંકીય વ્યવહાર માટે ટ્રાન્ઝેક્શન ફી વધારી રૂ.15 માંથી રૂ.17 કરવા મંજૂરી આપી છે. તમામ કેન્દ્રોમાં ગૈર-નાણાકીય વ્યવહારો માટે આ ફી પાંચ રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવાની છૂટ પણ આપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement