ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાની પસંદગી : શ્રીલંકા ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતું BCCI

10 June 2021 11:26 PM
Gujarat India Saurashtra Sports
  • ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાની પસંદગી : શ્રીલંકા ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતું BCCI
  • ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાની પસંદગી : શ્રીલંકા ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતું BCCI
  • ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાની પસંદગી : શ્રીલંકા ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતું BCCI

સાકરીયા ભાવનગર જિલ્લાનો વતની, આ ફાસ્ટ બોલરને ટીમમાં બધા 'ચિત્તા' કહીને બોલાવે છે

નવી દિલ્હીઃ
બીસીસીઆઈએ શ્રીલંકા ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાની પણ પસંદગી કરાઈ છે.

ટીમમાં શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશાન કિશન, સંજુ સેમસન, ચહલ, રાહુલ ચહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયાની પસંદગી થઈ છે.

રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ બાદ વધુ એક સૌરાષ્ટ્રનો યુવા ક્રિકેટર ટીમ ઇન્ડિયા માટે રમશે. ફાસ્ટ બોલર ચેતન સાકરીયાની ઝડપ ખૂબ જ છે, તેથી તેને ટીમમાં બધા ચિત્તા કહીને બોલાવે છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ત્રણ વનડે તથા ત્રણ T20 રમશે.

ચેતન સાકરીયા ભાવનગર જિલ્લાનો વતની છે. હાલમાં તેના પિતાનું કોરોનાથી અવસાન થયું હતું. છ મહિના પેહલા તેમના ભાઈનું પણ અવસાન થયું હતું.


Related News

Loading...
Advertisement