આજે સાત વર્ષ ભારતીય મહિલા ટીમ ટેસ્ટ મેચ રમશે: ઈંગ્લેન્ડ સામે કાંટે કી ટક્કર

16 June 2021 11:47 AM
Sports
  • આજે સાત વર્ષ ભારતીય મહિલા ટીમ ટેસ્ટ મેચ રમશે: ઈંગ્લેન્ડ સામે કાંટે કી ટક્કર

અત્યાર સુધીમાં ભારત-ઈંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે 13 ટેસ્ટ રમાયા જેમાંથી બે ભારતે, એક ઈંગ્લેન્ડે જીત્યા, 10 રહ્યા ડ્રો

નવીદિલ્હી, તા.16
ભારત-ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચેઆજથી ટેસ્ટમેચ રમાશે. બન્ને ટીમો વચ્ચેનો આ મુકાબલો કાઉન્ટી ગ્રાઉન્ડ બ્રિસ્ટલમાં રમાશે. મિતાલી રાજની આગેવાનીવાળી ભારતીય મહિલા ટીમ છેલ્લા ઘણા દિવસોથી ટેસ્ટ મેચની જોરદાર તૈયારી કરી રહી છે. ભારતીય મહિલા ટીમ અંદાજે સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે. બીજી બાજુ ઈંગ્લેન્ડની મહિલા ટીમ નિયમિત રીતે ટેસ્ટ મેચ રમતી આવી છે.

આમ તો ભારતીય મહિલા ટીમ 1976થી ટેસ્ટ મેચ રમી રહી છે પરંતુ તેનું દૂર્ભાગ્ય છે કે ટીમને સતત ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી. જ્યાં સુધી ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ટીમની વાત છે તો આ બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમાયા છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની મહિલા ટીમ ઈંગ્લેન્ડ ઉપર હાવિ રહી છે. બન્ને ટીમો વચ્ચે રમાયેલા 13 ટેસ્ટ મેચમાંથીટીમ ઈન્ડિયાએ બે મુકાબલા જીત્યા છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમને એક મુકાબલામાં જીત મળી છે તો 10 ટેસ્ટ ડ્રો રહેવા પામ્યા હતા.


Related News

Loading...
Advertisement