ફૂટબોલના મેદાનમાં પેરેશૂટ સાથે વિરોધી ઉતર્યો

16 June 2021 05:03 PM
Sports
  • ફૂટબોલના મેદાનમાં પેરેશૂટ સાથે વિરોધી ઉતર્યો

લંડન તા.16
હાલ યુરો ફૂટબોલ ચેમ્પિયનશીપ યોજાઇ રહી છે જેમાં ફ્રાન્સ અને જર્મનીના મેચ દરમ્યાન એક અજબની ઘટના બની હતી. મેચ પૂર્વે જ એક વ્યકિત ગ્રીન પીસ અને કીક આઉટ ઓઇલ લખેલા બેનર સાથે ફૂટબોલ મેદાનમાં ઉતરી પડયો હતો અને તે ક્રાઉડ પર ખાબકતા ઓછામાં ઓછા 7 લોકોને ઇજા થઇ છે. આ વ્યકિત ગેટ પાસે પહોંચ્યા પછી તે પેરેશૂટને કંટ્રોલમાં રાખવામાં મુશ્કેલી અનુભવતો હોય તેવુ જણાવ્યુ હતું અને નજીક જ બેસેલા પ્રેક્ષકો પર તે પડયો હતો.


Related News

Loading...
Advertisement