રોનાલ્ડોની એક એકશને કોકાકોલાના શેરમાં 4 બિલીયન ડોલરનું ગાબડુ પાડી દીધુ

16 June 2021 05:08 PM
Sports World
  • રોનાલ્ડોની એક એકશને કોકાકોલાના શેરમાં 4 બિલીયન ડોલરનું ગાબડુ પાડી દીધુ

લંડન તા.16
ગઇકાલે યુરો કપમાં પોર્ટુગલ અને હંગેરી વચ્ચેનો મેચ હતો તેમાં પોર્ટુગલના હિરો તથા 36 વર્ષીય ફૂટબોલ આઇકોન ક્રિસ્ટીનો રોનાલ્ડોએ મેચ બાદની પત્રકાર પરિષદમાં તેના ટેબલ પર રાખવામાં આવેલ કોકાકોલાની બોટલ દૂર કરીને ફકત પાણી પીવો તેવુ કહેતા જ આ ઇવેન્ટના સ્પોન્સર કોકાકોલાના શેરના ભાવમાં 4 બિલીયન ડોલરનો કડાકો થઇ ગયો છે. ક્રિસ્ટીનોએ પ્રેસ કોન્ફરન્સ રૂમમાં કોકાકોલાની બોટલ જોયા પછી આ રિએકશન આપ્યુ હતું. તેના પ્રેસ કોન્ફરન્સ રૂમમાં તેની સામે જ કોલાની બોટલ પડી હતી અને તેને કેમેરા સામે જ આ બોટલ દૂર કરી હતી અને એક પાણીની બોટલ રાખી દીધી હતી અને લોકોને આ પ્રકારના સોફટ ડ્રીંકના બદલે પાણી પીવા સલાહ આપી હતી અને આ દ્રશ્ય બાદ કોકાકોલાના શેરમાં 4 બિલીયન ડોલર ગાબડુ પડી ગયુ છે.


Related News

Loading...
Advertisement