ક્રિકેટ બોર્ડને રાહત: ડેકકન ચાર્જરને રૂા.6046 કરોડ ચૂકવવાનો આદેશ રદ

16 June 2021 06:51 PM
India Sports
  • ક્રિકેટ બોર્ડને રાહત: ડેકકન ચાર્જરને રૂા.6046 કરોડ ચૂકવવાનો આદેશ રદ

ફ્રેન્ચાઈઝી રદ કરવાનો વિવાદ હતો

મુંબઈ
આઈપીએલમાં એક સમયે રમેલી ડેકકન ચાર્જર ટીમ દ્વારા તેની ફ્રેન્ચાઈઝી ટર્મીનેટ કરવાના આદેશમાં વળતર પેટે રૂા.4800 કરોડ ચૂકવવાના લવાદના આદેશને મુંબઈ હાઈકોર્ટે રદ કરતા ક્રિકેટ બોર્ડને મોટી રાહત થઈ હતી.

2012માં ક્રિકેટ બોર્ડે ડેકકન ચાર્જરની ફ્રેન્ચાઈઝી ટર્મીનેટ કરી હતી જેની સામે આ ડેકકન ચાર્જરે બોર્ડ સામે દાવો દાખલ કરતા 2020માં એક લવાદના ચૂકાદામાં ડેકકન ચાર્જરને રૂા.4800 કરોડ તથા વ્યાજ કાનૂની ખર્ચ પેટે કુલ રૂા.6046 કરોડ ચૂકવવા આદેશ આપ્યો હતો પણ ક્રિકેટ બોર્ડે તેની સામે મુંબઈ હાઈકોર્ટમાં કરેલી અપીલમાં જીત થઈ છે અને હાઈકાર્ટે લવાદનો આદેશ રદ કર્યો છે. જેમાં હવે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થાય તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement