હત્યાના આરોપીઓ એલિમ્પિયન સુશીલની પણ હત્યા કરવાનું કાવતરું રચાયુ હતું

17 June 2021 11:22 AM
Crime India Sports
  • હત્યાના આરોપીઓ એલિમ્પિયન સુશીલની પણ હત્યા કરવાનું કાવતરું રચાયુ હતું

પહેલવાન સાગર હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો : સુશીલને પોતાની હત્યા થશે તેવી ગંધ પણ આવી ગઇ હતી: પોલીસને મળ્યા મહત્વના પુરાવા

નવી દિલ્હી, તા.17
પહેલવાન સાગર ધનખડના હત્યાકાંડ મામલામાં હવે ચોંકવનારો ખુલાસો થયો છે કે, હત્યાનો આરોપી અને ઓલિમ્પિયન સુશીલ કુમારની હત્યાનું પણ કાવતરું રચાયું હતું અને આ મામલામાં પોલીસ અને સનસની ખેજ પુરાવાઓ મળ્યા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પહેલવવી સાગર ધનખડ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

જે મુજબ હત્યાના આરોપી એલિમ્પિયન સુશીલ કુમારની છત્રસાલ સ્ટેડિયમમાં હત્યાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું. જેની ગંધ સુશીલ કુમારને આવી ગઇ હતી. પોલીસ તપાસમાં સુશીલ કુમારની હત્યાનું કાવતરું રચવા સંબંધિત તથ્યો બહાર આવી રહ્યા છે. બીજીબાજુ પકડાયેલો પહેલવાન અનિરૂદ્ધના કબ્જામાંથી તેનો મોબાઇલ અને કપડાં જપ્ત કરાયા છે.

આરોપીએ પોતાના કપડા ધોઇ નાખ્યા હતા.ચાર દિવસના રિમાન્ડ ખતમ થયા બાદ પોલીસે અનિરૂદ્ધને મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો હતો.અપરાધ શાખાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસમાં એ બાબત બહાર આવી રહી છે કે, છત્રસાલ સ્ટેડિયમમાં સુશીલની હત્યા કાવતરું રચાઇ રહ્યું હતું.જેની ગંધ સુશીલને આવી ગઇ હતી.આ કારણે ઘટનાના દિવસે અર્થાત 4મે ના સવારે સુુશીલ કુમારે અનેક પહેલવાનનોને સ્ટેડિયમથી ભગાડ્યા હતા.

તેમાં રવિન્દ્ર ભિડ્ડા પણ સામેલ હતોે તેને ભગાડતી વખતે સુશીલે કહ્યું હતું કે,તે તેની હત્યાનું કાવતરું રચી રહ્યો છે. અને હત્યાનું કાવતરું રચી રહ્યો છે અને સોનું મહાલ માટે ફિલ્ડીંગ કરે તેને મારવા ઇચ્છે છે.


Related News

Loading...
Advertisement