હવે અવકાશમાં ચીનની દખલ: સ્પેશ સ્ટેશન નિર્માણ માટે ત્રણ અવકાશયાત્રી મોકલ્યા

17 June 2021 11:28 AM
World
  • હવે અવકાશમાં ચીનની દખલ: સ્પેશ સ્ટેશન નિર્માણ માટે ત્રણ અવકાશયાત્રી મોકલ્યા

આવતા વર્ષ સુધીમાં સ્પેશ સ્ટેશન નિર્માણનો ટારગેટ: અમેરિકાને ચિંતા

બીજીંગ તા.17
કોરોના વાયરસ ફેલાવવા બદલ આખુ વિશ્ર્વ ચીનને જવાબદાર ગણી જ રહ્યું છે. હવે ચીનની અવકાશમાં પણ દખલ શરૂ થઈ હોય તેમ અંતરીક્ષ ક્ષેત્રે ઐતિહાસીક કદમ ઉઠાવ્યુ હતું. ચીનના ત્રણ અવકાશયાત્રીઓએ સ્પેશ સ્ટેશનનાં નિર્માતા માટે ઉડાન ભરી હતી. ચીનનું પોતાનું સ્પેશ સ્ટેશન આવતા વર્ષ સુધીમાં તૈયાર થવાનો અંદાજ છે.

ચીનનુ સ્પેશક્રાફટ ત્રશ અવકાશયાત્રીને લઈને આજે સવારે રવાના થયુ હતું. પૃથ્વીની કક્ષામાં સ્પેશ સ્ટેશનનું નિર્માણ કરવા ચીન દ્વારા આવતા વર્ષ સુધીનો ટારગેટ નકકી કરવામાં આવ્યો છે.સ્ટેશન નિર્માતા માટેનું આ પ્રથમ મીશન છે. ત્રણેય અવકાશયાત્રી કોર મોડયુલ તરીકે તૈનાત રહેશે અને ત્રણ મહિના સુધી અંતરીક્ષની કક્ષામાં રહેશે અને તે દરમ્યાન સ્પેશ સ્ટેશન નિર્માતા પર દેખરેખ રાખશે.

ચીન દ્વારા અંતરીક્ષ સ્ટેશનનાં નિર્માણ પુર્વે કુલ 11 મીશન નકકી કરવામાં આવ્યા છે તેમાંથી ત્રણ મોડયુલ માટે હશે. ચાર કાર્ગો સ્પેશશીપ તથા ચાર ક્રૂ મેમ્બર તરીકે મોકલાશે. સ્પેશ સ્ટેશનમાં એક રોબોટીક આર્મ પણ લગાવાશે તે સામે અમેરીકાએ ચિંતા વ્યકત કરી છે. આ આર્મનો ઉપયોગ સૈન્ય ગતિવિધી માટે જ થવાની આશંકા છે.


Related News

Loading...
Advertisement