સામાન્ય શરદી-ઉધરસ કોરોનાથી બચાવે છે: નવો ખુલાસો

17 June 2021 11:38 AM
Top News World
  • સામાન્ય શરદી-ઉધરસ કોરોનાથી બચાવે છે: નવો ખુલાસો

વોશીંગ્ટન તા.17
કોરોનાને લઈને દરરોજ અવનવા સંશોધનોનાં અહેવાલો વાચવા મળે છે. હવે એક એવુ સંશોધન બહાર આવ્યુ છે. જેમાં સામાન્ય શરદી-ઉધરસ કોરોનાથી બચાવે છે! શરદી-ઉધરસ કરનાર વાઈરસ પણ કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપે છે. આ બાબત જર્નલ ઓફ એકસપરિમેન્ટલ મેડીસીનમાં મંગળવારે બહાર આવી હતી.

આ સંશોધન અનુસાર શરદી-ઉધરસ સાથે સંલગ્ન રાઈનો વાયરસ ઈન્ટરફેરોન બનાવનાર જીનને એકટીવ કરી દે છે. આ જીન ઈમ્યુન સિસ્ટમમાં પ્રારંભીક બચાવનું કામ શરૂ કરી દે છે. જેથી કોરોના વાયરસ શ્ર્વાસ નળીમાં જ ફેલાતો રોકાય જાય છે.

સ્ટડીનાં લેખક એલન ફોકસમેનનાં જણાવ્યા અનુસાર કોવિડ સંક્રમણની શરૂઆતમાં શરીરમાં એવા ઈમ્યુન રિસ્પોન્સ બનવાનો અર્થ છે કે સંક્રમણ ફેલાઈ નહિં શકે. તેની એક રીત એવી પણ છે કે દર્દીને ઈમ્યુન સિસ્ટમનાં પ્રોટીન ઈન્ટરફેરોનથી સારવાર આપે છે કે જે દવાના રૂપે પણ ઉપલબ્ધ છે. આ સ્ટડીમાં એ જાણવા મળે છે કે જે લોકોને કોરોના થવાનું મોટુ જોખમ છે. તેને બચાવ માટે ઈન્ટરફેરોન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
ફોકસમેન અનુસાર કારણ એ છે કે જે વર્ષે શરદી-ઉધરસ સામાન્ય હોય છે ત્યારે ઈન્ફલુએંઝાથી સંક્રમણનો દર ઓછો હોય છે.


Related News

Loading...
Advertisement