ભારતીય વંશનાં સત્યા નડેલા હવે માઈક્રોસોફટનાં ચેરમેન બનશે

17 June 2021 11:55 AM
World
  • ભારતીય વંશનાં સત્યા નડેલા હવે માઈક્રોસોફટનાં ચેરમેન બનશે

માઈક્રોસોફટનાં હાલ સીઈઓ નડેલાની વધુ એક સિદ્ધિ

વોશીંગ્ટન (અમેરીકા) તા.17
ભારતીય મુળના અમેરીકી નાગરીક અને માઈક્રોસોફટનાં સીઈઓ સત્યા નડેલા નિતનવી સફળતાનાં સોપાન પાર કરી રહ્યા છે હવે તે માઈક્રોસોફટનાં નવા ચેરમેન બનશે અને તેમનું નામાંકન થયુ હોવાનું જાહેર થયુ છે. સત્યા હાલનાં ચેરમેન જોન ફોમ્સનનું સ્થાન લેશે. કંપનીએ પોતાના એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સત્યા નડેલા વર્ષ 2014 માં માઈક્રોસોફટનાં મુખ્ય અધિકારી (સીઈઓ) બન્યા હતા. ત્યારબાદ સત્યા નડેલા અને લિંકડ ઈન ન્યુનસ કોમ્યુનિકેશન્સ અને જેનીમેકસ જેવી અનેક કંપનીઓના અબજો ડોલરનાં અધિગ્રહણમાં મહત્વની ભુમિકા નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય મુળનાં સત્ય નડેલાનો જન્મ ભારતમાં હૈદરાબાદમાં વર્ષ 1967 માં જન્મ થયો હતો. તેમના પિતા એક સરકારી અધિકારી અને માતા સંસ્કૃતના લેકચરર હતા.

તેમણે પ્રારંભીક શિક્ષણ હૈદરાબાદ પબ્લીક સ્કુલમાં લીધુ હતું. 1988 માં મણીપાલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલો. બાદમાં કોમ્પ્યુટર સાયન્સમાં તે અનુસ્નાતક થયા અમેરીકા ગયા હતા ત્યાં તેમણે 1996 માં શિકાગોની બુથ સ્કુલ ઓફ બીઝનેસમાં એમબીએ કર્યું હતું.


Related News

Loading...
Advertisement