આવતીકાલથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની રોમાંચક ફાઇનલ : ભારત સાવચેત રહી ન્યુઝીલેન્ડને ‘ટકકર’ આપવા કટીબધ્ધ

17 June 2021 05:10 PM
Sports
  • આવતીકાલથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની રોમાંચક ફાઇનલ : ભારત સાવચેત રહી ન્યુઝીલેન્ડને ‘ટકકર’ આપવા કટીબધ્ધ

કેન વિલીયમ સન 2019 વર્લ્ડકપની ફાઇનલમાં ટીમને ટચ કરાવ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પણ ટચ કરી છે, આ વખતે કેન વિલીયમસન ભારતને હંફાવવા ઇચ્છુક-પરંતુ વિરાટ કોહલી કોઇપણ વિજયી તક ગુમાવવા તૈયાર નથી

વિરાટ કોહલી 61મી ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરી ભારતીય વિક્રમ સ્થાપશે

આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની યાદગાર ફાઇનલ ઇંગ્લેન્ડની ધરતી પર રમાશે. ન્યુઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર બે ટેસ્ટ મેચોની શ્રેણી 1-0થી પરાજીત કરીને શ્રેણી જીતી હતી. ભારતીય ટીમે પણ તે અગાઉ ભારતની ધરતી પર રમાયેલી 4 ટેસ્ટ મેચોની શ્રેણી ભારતે 3-1થી જીતી હતી. વિરાટ કોહલીનાં સફળ નેતૃત્વમાં ભારતીય ટીમ દિન-પ્રતિદિન જબરદસ્ત દેખાવ કરી રહી છે ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડનો ટેસ્ટનો ફાઇનલ જંગ યાદગાર બની જશે.

કિવીઝ સુકાની કેન વિલીયમસન અને વિરાટ કોહલી અંડર-19માં પણ સામસામે ટકરાઇ ચુકયા છે. સાઉધમપટનમાં રમાનારી બંને દેશો વચ્ચેની ફાઇનલ ભારત જીતવા મકકમ છે. જોકે ન્યુઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડ સામે મેળવેલો શ્રેણી વિજય આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે. કિવીઝ ગોલંદાજો ટ્રેન્ટ બોલ્ટ અને સાઉથી ગમે તેવી પરિસ્થિતિમાં ટીમનાં વિજય માટે મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે અને તેથી જ ભારતે ખાસ સાવચેતી રાખવી જરૂરી થઇ પડશે.

2019ના વિશ્વકપની સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ફાઇનલ ટચ કરી હતી. પરંતુ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ અત્યંત રોમાંચક ક્ષણોમાં બબ્બે સુપર ઓવર પછી ન્યુઝીલેન્ડે ગુમાવી હતી અને તે સાથે જ પ્રથમ વખત વિશ્વ કપ જીતવાનું ન્યુઝીલેન્ડનું સ્વપ્ન તુટી પડયું હતું. ન્યુઝીલેન્ડનો સુકાની વિલીયમસન આ વખતની ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતવા કોઇ કચાસ છોડવા માંગતો નથી. એક વધુ વખત ફાઇનલ જીતવાની તકને તે કોઇપણ રીતે ગુમાવવા માગતો નથી.

આમેય તેણે એક સુકાની અને બેટધર તરીકે તાજેતરના મહિનાઓમાં સારી એવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. અત્યારે તે ન્યુઝીલેન્ડ ટીમ માટે ત્રણેય ફોર્મેટનો સફળ સુકાની છે. 2019નાં વિશ્વકપમાં પણ તેણે ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારત આ વખતની ફાઇનલ રમવાની સાથે જ આઇસીસી ખિતાબ માટે 10મી વખત મેદાનમાં ઉતરશે જયારે વિરાટ કોહલી આ મેચમાં સુકાની તરીકે 61મી વખત ભારતીય ટીમનું નેતૃત્વ કરીને સૌથી વધુ 60 વખત સુકાની તરીકેના વિક્રમી ધોનીને પાછળ છોડી દેવાની સાથે જ નવો ભારતીય વિક્રમ સ્થાપી દેશે. કેન વિલીયમસને 85 ટેસ્ટમાં સુકાની તરીકે ટીમનું નેતૃત્વ કર્યુ છે,

જયારે વિરાટ કોહલીએ 60 ટેસ્ટમાં નેતૃત્વ કર્યુ છે. વિરાટે 91 ટેસ્ટમાં 7490 રન 27 સદી સાથે બનાવ્યા છે, વન-ડેમાં 43 સદી સાથે વિક્રમ પણ સર્જી દીધો છે, એક સુકાની તરીકે રન ચેઇજ મેચોમાં પણ તેણે અફલાતુન દેખાવ કર્યો છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી જીતીને તેણે સારો એવો આત્મવિશ્ર્વાસ સંપાદન કર્યો છે. ટીમના અન્ય ખેલાડીઓ પણ પુરેપુરા ફોર્મમાં છે. તેવી પરિસ્થિતિમાં ટીમ વિરાટ અને રોહિત શર્મા પણ મેચ વિનિંગ ઇનિંગ્ઝની અપેક્ષા ક્રિકેટ પ્રેમીઓ રાખી રહ્યા છે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સામી અને રવિન્દ્ર જાડેજા અને આર. અશ્ર્વિન પાસે જબરદસ્ત દેખાવની આશા અસ્થાને નથી જ જાડેજાનો ઓલ રાઉન્ડ દેખાવ ટીમ માટે ખુબ જ મહત્વનો સાબિત થશે.

લાથમ, વિલીયમસન, ડેવોન ક્રોનવે, રોઝ ટેલર સારી ઇનિંગ્ઝ રમવા આગ્રહી છે. ત્યારે ટીમ તરફથી ત્રણેય ફોર્ર્મેટ રમનાર અને ત્રણેયમાં 100થી વધુ મેચો રમનાર એક માત્ર ખેલાડી રોઝ ટેલર છે. તેની પાસેથી પણ વિલીયમસનને સારી એવી અપેક્ષા છે. ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઉતરવાની સાથે ભારતીય ટીમ ટેસ્ટ ઇતિહાસમાં લગભગ 89 વર્ષ બાદ કોઇ તટસ્થ કેન્દ્રમાં રમાનાર પ્રથમ ટીમ બની જશે, 22 વર્ષ પહેલા ભારત પાસે તટસ્થ કેન્દ્રમાં રમવાની તક હતી પરંતુ તે સમયે ભારતીય ટીમે ઢાંકામાં રમાયેલ એશિયન ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટચ કરવાની તક ગુમાવી હતી.

વિરાટ કોહલી ફાઇનલની ટેસ્ટ રમતા જ એક અનોખો વિક્રમ પણ નોંધાવશે. તે આઇસીસી દ્વારા આયોજીત પ્રત્યેક ટ્રોફીની ફાઇનલમાં રમનાર ખેલાડી બની જશે. તેણે 2011નો વિશ્વકપ, અન્ડર-19 વિશ્વકપ, 2017ની ચેમ્પિયન ટ્રોફી 2014નો ટી-20 વર્લ્ડકપની ટુર્નામેન્ટ રમ્યા બાદ હવે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પણ રમશે. ટુંકમાં આવતીકાલથી શરૂ થતી યાદગાર ફાઇનલ માટે બંને ટીમો ‘ફાઇટ ટુ ફિનીશ’નો અભિગમ ધરાવશે, ટેસ્ટનો મહાસંગ્રામ મેમોરેબલ બની જશે, તેમાં બે મત નથી.

વિરાટ કોહલી : સૌથી વધુ ટેસ્ટ જીતનાર સુકાની તરીકે ભારતીય વિક્રમ સ્થાપશે
2014માં ટેસ્ટ ટીમની કમાન સંભાળનાર કોહલીએ અત્યાર સુધી 60 મેચોમાં સુકાની રહ્યો છે જેમાંથી 36 ટેસ્ટમાં વિજય મેળવ્યો છે, જે ભારતીય વિક્રમ છે ! ધોની 60 મેચોમાં 27 વિજય સાથે બીજા ક્રમે છે. કલાઇવ લોઇડે 74 મેચોમાંથી 36માં જીત મેળવી છે. સુકાની તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતનાર ગ્રીમ સ્મીથ છે, તેણે 109 ટેસ્ટમાંથી પ3 ટેસ્ટ જીત્યા છે, કોહલી કલાઇવ લોઇડનો વિક્રમ પાત્ર 1 ટેસ્ટ જીતીને તોડશે. ઉપરાંત ધોનીનાં 60 ટેસ્ટમાં સુકાની તરીકેના વિક્રમ પણ તોડશે.

કેન વિલીયમસન તાજી તવા૨ીખ

- ન્યુઝીલેન્ડનાં બધા ક્રિકેટ ફોર્મેટમાં ટીમનો સુકાની
- 2019ના વિશ્વકપમાં પ્લેય૨ ઓફ ધ ટુર્નામેન્ટ
- ડેબ્યુ ટેસ્ટમાં સદી નોંધાવી

વિ૨ાટ કોહલી તાજી તવા૨ીખ

- મલેશીયામાં યોજાયેલ 2008માં સુકાની ત૨ીકે અંડ૨-19 વિશ્વકપ જીત્યો
- વન-ડેમાં ૨ન ચેઈઝ મેચોમાં સૌથી વધુ સદીઓ
- 2014માં ધોની પછી વિ૨ાટ કોહલી ટેસ્ટ ટીમનો સુકાની

 

 


Related News

Loading...
Advertisement