રેમડેસીવીર કાંડ : અભિનેતા સોનુ સૂદ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય સામે તપાસના આદેશ

17 June 2021 06:16 PM
Entertainment India Maharashtra
  • રેમડેસીવીર કાંડ : અભિનેતા સોનુ સૂદ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય સામે તપાસના આદેશ

ગુજરાતમાં સી.આર.પાટીલ જેવુ જ પ્રકરણ મહારાષ્ટ્રમાં બન્યુ હતું

કોરોનાકાળમાં સરકારી ચેનલ બાયપાસ કરીને ઇન્જેકશન તથા દવાઓ બારોબાર મેળવાયા હતા : જો કે ચેરીટી હેતુ હતો પણ હાઇકોર્ટનો આકરૂ વલણ

મુંબઇ તા.17
કોરોનાકાળ દરમ્યાન દેશના અનેક રાજનેતાઓ તથા સેલીબ્રીટીઓ દ્વારા જે રીતે દર્દીઓ માટે દવા અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી હતી તેમાં એક તરફ દિલ્હીમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મહારાષ્ટ્રમાં અભિનેતા સોનુ સૂદ તથા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રેમડેસીવીર સહિતની દવાઓ જે રીતે સરકારી પેનલને બાયપાસ કરીને મેળવવામાં આવી હતી

તે મુદ્દે હવે દિલ્હી બાદ મુંબઇ હાઇકોર્ટે પણ કોંગ્રેસના ધારાસભ્ય તથા અભિનેતા સોનુ સૂદ સામે તપાસના આદેશ આપ્યા છે. જો કે ગુજરાતમાં ભાજપ સરકારે તેના જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કલીનચીટ આપવાનો પ્રયત્ન કર્યો છે પણ દિલ્હી તથા મુંબઇ હાઇકોર્ટે આકરૂ વલણ લીધુ છે. જેમાં હવે મુંબઇ હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કોવિડની દવાઓમાં ચેનલ બાયપાસ કરીને દવા મેળવનાર કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સીદ્દીકી તથા અભિનેતા સોનુ સૂદની સામે તપાસના આદેશ આપ્યા છે.

ન્યાયમૂર્તિ એસ.પી.દેશમુખની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું હતું કે ચેરીટેબલ ફાઉન્ડેશનના માઘ્યમથી રેમડેસીવીર દવાની વહેંચણી કરવામાં આવી હતી. જયારે સોનુ સુદ દ્વારા તેના ગોરેગાંવ સ્થિત લાઇફ લાઇન કેર હોસ્પિટલમાં દવાની દુકાનમાંથી આ ઇન્જેકશન સહિતની દવાઓ મેળવી હતી અને સીપલા કંપનીએ આ દવાઓ ફાર્મસીને સપ્લાય કરી હતી જેની પણ તપાસ થશે.


Related News

Loading...
Advertisement