સુવિધા જ દુવિધા! ઓટોમેશનથી 30 લાખની છટણી થશે

17 June 2021 06:19 PM
World
  • સુવિધા જ દુવિધા! ઓટોમેશનથી 30 લાખની છટણી થશે

બેન્ક ઓફ અમેરિકાનો ચોંકાવનારો રિપોર્ટ : 1.6 કરોડ લોકોને રોજગાર આપતી સોફટવેર કંપનીઓ વર્ષ 2022 સુધીમાં કર્મીઓને છૂટા કરી 100 અબજ ડોલર બચાવશે

નવી દિલ્હી તા.17
ટેકનોલોજી અનેક સુવિધા આપે છે પણ તે તેની સાથે અનેક દુવિધાઓ પણ લઈને આવે છે. ટેકનોલોજી ક્ષેત્રમાં ઓટોમેશનના ઝડપથી પ્રવેશ વધવાને કારણે 1.6 કરોડ લોકોને રોજગારી આપનારી ઘરેલુ સોફટવેર કંપનીઓ વર્ષ 2022 સુધીમાં 30 લાખ કર્મચારીઓની છટણી કરશે.

આ છટણીથી કંપનીઓને 100 અબજ ડોલરની બચત થશે. કંપનીઓ આ બચતનો મોટાભાગનો ખર્ચ પગાર પર કરે છે. એક રિપોર્ટમાં આ જાણકારી અપાઈ છે. નાસકોમ અનુસાર ઘરેલુ આઈટી ક્ષેત્ર લગભગ 1.6 કરોડ લોકોને રોજગારી આપે છે, જેમાંથી 90 લાખ લોકો ઓછા સ્કીલવાળી સેવાઓ અને બીપીઓ સેવામાં તૈનાત છે.
બેન્ક ઓફ અમેરિકાએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે

કે રોબોટ પ્રોસેસ ઓટોમેશન આરપીએના કારણે આ 90 લાખ લોકોમાંથી 30 ટકા લોકો કે લગભગ 30 લાખ લોકોની નોકરીઓ નહી રહે. ઉલ્લેખનીય છે કે આરપીએ રોબોટ નથી બલ્કે સોફટવેરની એક એપ્લીકેશન છે જે નિયમિત અને વધારે મહેનતવાળુ કામ કરે છે. આથી કર્મચારીઓને અન્ય કામો વધુ ધ્યાન આપવામાં મદદ મળે છે. આ સાધારણ સોફટવેર એપ્લીકેશન જેવું નથી, કારણ કે તે કર્મચારીઓના કામ કરવાની રીતની નકલ કરે છે. સમયની બચત કરે છે અને ખર્ચને ઘટાડે છે.

ચોંકવનારા એક રિપોર્ટ અનુસાર ટીસીએસ, વિપ્રો, મહીન્દ્રા ટેક, ઈન્ફોસીસ, એચસીએલ, કાગ્નીજેસ્ટ અને અન્ય આરપીએ કૌશવ વૃદ્ધિને લઈને 2022 સુધી ઓછી સ્કીલવાળી ભૂમિકાઓમાંથી 30 લાખ કર્મીઓની કમી કરવાની યોજના ઘડી રહી છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આટલા વ્યાપક સ્તર પર ઓટોનેશન છતા જર્મની (26 ટકા), ચીન (7 ટકા), ભારત (પાંચ ટકા), દક્ષિણ કોરીયા, બ્રાઝીલ, દક્ષિણ કોરીયા, બ્રાઝીલ, થાઈલેન્ડ, મલેશિયા અને રશિયા જેવી મુખ્ય અર્થવ્યવસ્થાઓ શ્રમની કમીનો સામનો કરી રહી છે.


Related News

Loading...
Advertisement