બોબી દેઓલે પુત્ર આર્યમાનના જન્મ દિને તસવીરો શેર કરી

17 June 2021 06:21 PM
Entertainment
  • બોબી દેઓલે પુત્ર આર્યમાનના જન્મ દિને તસવીરો શેર કરી

આર્યમાનનું ઘ્યાન હાલ ભણવામાં : બોબી દેઓલ

મુંબઇ : ધરમ પુત્ર એકટર બોબી દેઓલે પોતાના પુત્ર આર્યમાનના 20 મા જન્મદિને સોશિયલ મિડિયામાં ગઇકાલે યાદગાર તસવીરો શેર કરી હતી. જેમાં પિતાને ભેટતા પુત્ર આર્યમાનની તસવીરો છે. બોબીએ પુત્રને વીશ કરતા લખ્યું છે હેપી બર્થ ડે માય એન્જલ. આર્યમાનના ચહેરા પર દાદા ધર્મેન્દ્રનું પેમાળ સ્થિત જોવા મળે છે. યુઝર્સે બોબી દેઓલને પુત્રની ડેલ્ટ ફિલ્મ અંગે પૂછતા બોબીએ જણાવ્યુ હતું કે હાલ તો આર્યમાને પોતાના અભ્યાસમાં જ ઘ્યાન કેન્દ્રીત કર્યું છે. એક પિતા તરીકે મારા પુત્રને ભણાવીને શિક્ષિત કરવા માગું છું. મંગળવારે બોબી દેઓલે તેની ફિલ્મ ‘રેસ-3’ ની ત્રણ વર્ષની ઉજવણી કરી હતી, ફિલ્મના સેટસમાંથી એક જૂનો વીડિયો શેર કરીને લખ્યું હતું. અહીંથી જ આ બધું શરુ થયુ હતું પ્રવાસી અવિશ્વસનીય રહયાં છે. ખાસ કરીને વર્ષ 2020. તમને બતાવવા રાહ નથી જોઇ શકતો, આગળ બધું આવી રહયું છે.


Related News

Loading...
Advertisement