ફરહાન અખ્તરની ‘તૂફાન’ જોવા ફેન્સ તો ઠીક સ્ટાર્સ પણ આતુર છે!

17 June 2021 06:25 PM
Entertainment
  • ફરહાન અખ્તરની ‘તૂફાન’ જોવા ફેન્સ તો ઠીક સ્ટાર્સ પણ આતુર છે!

ઋત્વિક રોશન ફિલ્મને જોવા એકસાઈટેડ!

મુંબઈ: ફિલ્મ ‘તૂફાન’માં ફરહાન અખ્તરને બોકસીંગ હીરોના રૂપમાં જોવા ફેન્સ આતુર છે. તેના ફાઈટર લુકની ફેન્સે પ્રશંસા પણ કરી છે. ખાસ બાબત એ છે કે ફરહાનની આ ફિલ્મને જોવા માટે ઋત્વિક રોશને પણ એકસાઈટમેન્ટ જાહેર કર્યું છે. ઋત્વિક અને ફરહાન સારા મિત્રો છે અને બન્નેએ ‘જિંદગી ના મિલેગી દો બારા’ ફિલ્મમાં કામ કર્યું છે. આ સિવાય ઋત્વિક ફરહાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘લક્ષ્ય’માં પણ કામ કરી ચૂકયો છે. બીજી બાજુ, ફરહાનની નવી ફિલ્મના પોસ્ટર પર અનેક ફિલ્મ સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી છે. ઋત્વિકે કોમેન્ટમાં લખ્યું છે- હવે હું ફિલ્મની વધુ રાહ જોઈ શકું તેમ નથી. આ સિવાય જોયા અખ્તર, સિદ્ધાંત ચતુર્વેદી, દીયા મિર્ઝા, કરણ ટેકર વગેરેએ પણ ઈમોજી શેર કરી ફિલ્મના આવવા પર ખુશી વ્યક્ત કરી છે. પોસ્ટરમાં ફરહાન એક બોકસીંગ રિંગમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ઓમપ્રકાશ મહેરાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રીયા પાઠક, ડો. મોહન અગાથે વગેરે ચમકે છે. આ ફિલ્મ ગત વર્ષે ઓકટોબરમાં રિલીઝ થવાની હતી પણ કોરોનાના કારણે રિલીઝ ટળી હતી.


Related News

Loading...
Advertisement