પાક સંસદમાં ઈમરાનની પાર્ટીના જ 3 સાંસદો પર પ્રતિબંધ

17 June 2021 06:34 PM
World
  • પાક સંસદમાં ઈમરાનની પાર્ટીના જ 3 સાંસદો પર પ્રતિબંધ

નવી દિલ્હી તા.17
પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ સાત સદસ્યોના ગેરવર્તનના કારણે પાકીસ્તાન નેશનલ એસેમ્બલીમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકયો છે. પ્રતિબંધીત સાંસદોમાં શાસક પક્ષ તેહરીક એ ઈન્સાફ ના ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે.

વિધાનસભાના અધ્યક્ષ અસદ કૈસરએ બજેટ બુકલેટને ફેકવા અને અપશબ્દો બોલવા બદલ આ ત્રણેય સાંસદોને વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે. આ ઉપરાંત તે સંસદ સભ્યો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમણે વિપક્ષી નેતા શાહબાઝ શરીફને અવરોધીત કે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. સંસદની કાર્યવાહી દરમ્યાન વિધાનસભામાં બોલતા સાંસદ અસદ કૈસરે સાંસદોની આ વર્તણુંક પર કડક નારાજગી વ્યક્ત કરી હતી અને તેની ગેરવર્તણુંક ગણાવી આ અંગે વકતાએ એક ટવીટ પણ કર્યુ છે.

તેમને ટવીટમાં લખ્યું કે 14-15 જૂનના આ સાંસદો દ્વારા કરવામાં આવેલ ગેરવર્તન બહુ ખરાબ હતું જે લોકોએ આવા ગેરવ્યવહાર કર્યા છે તેના નામ જાહેર કરવામાં આવે. ફહીમખાન, અબ્દુલ માઝીદ ખાન, અલી નવાઝ આ ઉપરાંત અલી ગૌહર ખાન, શેખ રોહાલે, અસગર અને ચૌધરી હામીદ, આગા રફી ઉલ્લાહને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તથા આગામી ઓર્ડર સુધી આ તમામને વિધાસસભામાં પ્રવેશવા દેવા જોઈએ નહી. વિધાનસભામાં સરકારના બજેટ દરખાસ્ત વચ્ચે વિપક્ષી પાર્ટીએ વડાપ્રધાન ઈમરાનખાન પર હુમલો કર્યા પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બુધવાર સુધી સ્થગીત કરી દીધી હતી.


Related News

Loading...
Advertisement