‘સીતા’માં કરીના કપુરના પાત્ર ભજવવા સામે હવે બજરંગ દળે મોરચો ખેલ્યો

17 June 2021 06:39 PM
Entertainment
  • ‘સીતા’માં કરીના કપુરના પાત્ર ભજવવા સામે હવે બજરંગ દળે મોરચો ખેલ્યો

સીતા માતાનું પાત્ર કરીનાને બદલે હિન્દુ અભિનેત્રીને આપવા માંગ કરી

નાગપુરમાં જિલ્લા અધિકારીને કરીના વિરૂધ્ધ આવેદન પાઠવી ફિલ્મના બહિષ્કારની ચીમકી આપી

નાગપુર, તા. 17
સીતાના એંગલથી બનનારી ફિલ્મ ‘સીતા’નું પાત્ર ભજવવા કરીના કપૂરે તાજેતરમાં 12 કરોડ રૂપિયાની માંગણી કરતા તેને લઇને કરીના ચર્ચામાં આવી હતી ત્યાં બજરંગ દળે હવે ધમકી આપી છે કે કરીના કપૂરે આ ફિલ્મમાં સીતાનું પાત્ર ભજવ્યું છે તો અમે ફિલ્મનો વિરોધ કરશું. નાગપુરમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ કરીના કપુર વિરૂધ્ધ જિલ્લા અધિકારીને આવેદન પાઠવીને ચેતવણી આપી છે કે વારંવાર મુસ્લિમ સમાજના લોકો જ કેમ અમારા હિન્દુ ચરિત્રોને ભજવે છે, આવેદનની સાથે કાર્યકરોએ કરીના કપુરની બિકીની પહેરેલી અજમેરની યાત્રા કરતી તસ્વીરો પણ સામેલ કરી હતી. આવેદનમાં જણાવ્યું હતું કે સીતા માતાના પવિત્ર રોલ માટે કરીના ઠીક નથી. કોઇ હિન્દુ અભિનેત્રીને આપવો જોઇએ.


Related News

Loading...
Advertisement