બ્રિટનમાં કોરોનાની નવી લહેર? ‘ડેલ્ટા’ વેરીએન્ટનો તરખાટ-કેસ ડબલ

18 June 2021 11:49 AM
World
  • બ્રિટનમાં કોરોનાની નવી લહેર? ‘ડેલ્ટા’ વેરીએન્ટનો તરખાટ-કેસ ડબલ

ચાર મહિના પછી દૈનિક કેસનો આંકડો 11000થી વધુ

લંડન તા.18
કોરોના સામે લાંબો વખત ઝઝુમીને માંડ નોર્મલ સ્થિતિ તરફ પહોંચેલા બ્રિટનમાં નવી ત્રીજી લહેર શરૂ થયાના ભણકારા વાગવા માંડયા હોય તેમ નવા કેસની સંખ્યા ડબલ થઈ છે. ભારતમાં તરખાટ સર્જનારા ડેલ્ટા વેરીએન્ટ હાહાકાર સર્જવા લાગ્યો છે.

બ્રિટનમાં કોરેનાના દૈનિક કેસનો આંકડો ફરી વધવા લાગ્યો છે અને આજે 11000 થી અધિક થયો હતો.10 લોકોએ જાન ગુમાવ્યા હતા.સંક્રમણ વધતા સરકાર સ્તબ્ધ થઈ છે. ડેલ્ટા વેરીએન્ટના કેસ 11 દિવસમાં ડબલ થઈ ગયા છે. કોરોના પર સૌથી સચોટ સંશોધન કરનાર ઈમ્પીરીયલ કોલેજ લંડનનાં વિજ્ઞાનીઓએ રીપોર્ટમાં એમ કહ્યું છે કે ડેલ્ટા વેરીએન્ટ માત્ર ઈગ્લેન્ડ જ નહિં અન્ય અનેક દેશોમાં કોરોનાની નવી લહેર સર્જી શકે છે અને રસીકરણ વધુ ઝડપી બનાવવુ જોઈએ.

અભ્યાસના આધારે એવુ અનુમાન દર્શાવ્યુ છે કે કોરોના સંક્રમિત 10 લોકો અન્ય 14 ને ચેપ લગાડશે એટલે મહામારી ફરી ઝડપથી ફેલાઈ શકે છે. યુવાવર્ગમાં કોરોના કાળ કેસ વધી રહયા છે.આ વૃદ્ધિ યથાવત રહી તો વૃદ્ધો પણ પ્રભાવીત થઈ શકે છે. હોસ્પીટલમાં સારવાર લેનારની સંખ્યા તથા મોતના આંકડા પણ વધી શકે છે. 20 મેથી 7 જુન દરમ્યાન કેકેસોનાં વિશ્લેષણના આધારે સામાજીક સંક્રમણ પણ માલુમ પડયુ છે શિયાળામાં લહેર વધુ તેજ થાય તેમ છે.

ડેલ્ટા વેરીએન્ટને ચિંતાજનક શ્રેણીમાં મુકાયો: રસી લેનાર પણ સંપૂર્ણ સુરક્ષિત નથી
અમેરિકાનાં રોગ નિયંત્રણ સેન્ટર દ્વારા ડેલ્ટા વેરીએન્ટને ચિંતાજનક શ્રેણીમાં મુકવામાં આવ્યો છે.બીજી તરફ કોરોના રસીના બન્ને ડોઝ લેનારા લોકો પણ ડેલ્ટા વેરીએન્ટ સામે સંપૂર્ણ સુરક્ષીત રહેતા ન હોવાના સંકેત છે. બ્રિટનમાં 65 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા હોવા છતાં કોરોના તરખાટ મચાવવા લાગ્યો છે તે પુરાવારૂપ છે.

દુનિયામાં કોરોના મોતનો આંકડો 40 લાખને પાર: 20 લાખ લોકોનો ભોગ માત્ર 166 દિવસોમાં લેવાયો
કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે ભારત સહીતના દેશો એલર્ટ છે તેવા સમયે દુનિયામાં કોરોનાથી અત્યાર સુધીનાં મોતનો આંકડો 40 લાખને પાર થઈ ગયો છે.વિશ્વભરમાં કોરોનાનો જંગ જીતવા રસીકરણ અભિયાન તેજ કરાયું છે. પરંતુ વાયરસ વારંવાર સ્વરૂપ બદલતો હોવાની ચિંતાનો વિષય છે.

કોરોના વાયરસમાં 20 લાખના મોત એક વર્ષમાં થયા હતા.જયારે છેલ્લા 20 લાખ મોત માત્ર 166 દિવસમાં જ નોંધાયા હોવાનું રીપોર્ટમાં દર્શાવાયું છે. અમેરીકા, બ્રાઝીલ ભારત, રૂસ તથા મેકસીકો જેવા પાંચ દેશોમાં જ 50 ટકા મોત છે.મૃત્યુદરમાં પેરૂ, હંગેરી, ઘોસનીયા, ચેક રીપબ્લીક તથા ઝીબ્રાલ્ટર ટોપ ફાઈવ દેશોમાં સામેલ છે.


Related News

Loading...
Advertisement