ધારાસભ્ય અંબરીશ ડેરનું આંદોલન ચાલુ

18 June 2021 11:58 AM
Amreli Politics Saurashtra
  • ધારાસભ્ય અંબરીશ ડેરનું આંદોલન ચાલુ
  • ધારાસભ્ય અંબરીશ ડેરનું આંદોલન ચાલુ

પોલીસે મહામુસીબતે રેલવે ટ્રેક ખાલી કરાવ્યો : ધાનાણી, મોઢવાડીયા જોડાયા

અમરેલી, તા. 18
રાજુલા માર્કેટીંગ યાર્ડ સામે આવેલી રેલ્વેની બિન ઉપયોગી જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહૃાો છે. ધારાસભ્ય અંબરીશ ડેરની માંગ છે કે રેલ્વેની આ જમીન નગરપાલિકાને વિકાસ કાર્યો માટે સોંપવા માંગણી કરી હતી. જેના સંદર્ભે રેલ્વે વિભાગ અને રાજુલા નગરપાલિકા વચ્ચે કરારો પણ થયેલા હતા. પરંતુ રાજકીય કોકડું ગુંચવાતા નગરપાલિકાને કબ્જો સોંપવામાં આવતો નથી. જેને પગલે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ઘ્વારા છેલ્લા 10 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા હતા પરંતુ રેલ્વે વિભાગ ઘ્વારા યોગ્ય પ્રત્યુતર ના મળતા અંતે રેલ્વે ટ્રેક પર બેસી રેલરોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગઇકાલે રેલ્વે ટ્રક પર ધારાસભ્ય દ્વારા બેસવા જતા પહેલા જ પોલીસ ઘ્વારા અટકાયત કરાઈ હતી. જેનોપડઘો સમગ્ર પંથકમાં પડયો હતો. ધારાસભ્ય ડેરનાં સમર્થનમાં ઠેર-ઠેર રેલ્વે રોકો આંદોલન કરાયું હતું. જેમાં રામપરા, ભેરાઈ નજીક, નેશનલ હાઈવે ફાટક નજીક, રાજુલા સીટી રેલ્વે સ્ટેશન, ઘાંડલા સહિતનાં અનેક સ્થળોએ લોકોના ટોળાને ટોળા રેલ્વે ટ્રક પર ઉમટી પડયા હતા. જેના કારણે કલાકો સુધી રેલ્વેનાં પૈડા થંભી ગયા હતા. પરંતુ ત્યારબાદ રેલ્વે વિભાગ અને આગેવાનો વચ્ચે સમજાવટથી લોકો રેલ્વે ટ્રેક પરથી હટયા હતા.દરમિયાનમાં ઉપવાસી છાવણીની વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કોંગી અગ્રણી અર્જુન મોઢવાડીયા વિગેરે આગેવાનોએ મુલાકાત લઈને રેલ્વે વિભાગ જનહિતમાં બિનઉપયોગી જમીન રાજુલા પાલિકાને ફાળવે તેવી માંગ દોહરાવી હતી અને આંદોલન યથાવત રહ્યું છે.


Related News

Loading...
Advertisement