મેચ પહેલાં જ ભારે વરસાદ શરૂ: 23 જૂનને રિઝર્વ-ડે તરીકે રાખતી આઈસીસી

18 June 2021 12:18 PM
Sports
  • મેચ પહેલાં જ ભારે વરસાદ શરૂ: 23 જૂનને રિઝર્વ-ડે તરીકે રાખતી આઈસીસી

આજનો દિવસ ધોવાઈ જવાની સંભાવના: રવિવારથી તડકો નીકળશે: આખો મેચ ધોવાઈ જવાની શક્યતા ઓછી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ મુકાબલાની ક્રિકેટરસિકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે તેમની આ આતૂરતા ઉપર મેઘરાજા માણી ફેરવી રહ્યા છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારા ફાઈનલ મેચ પહેલાં સાઉથૈમ્પટનમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. જાણકારી અનુસાર ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ શકે છે. રવિચંદ્રન અશ્વીને પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સાઉથૈમ્પટનની તસવીર શેયર કરી છે જેમાં વરસાદ પડી રહેલો દેખાય છે. ભારતની ટીમે મેચ પહેલાં પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ટીમમાં મોહમ્મદ સિરાજ ઉપર ઈશાંત શર્માના અનુભવને મહત્ત્વ આપવામાં આવ્યું છે.

રવીન્દ્ર જાડેજાએ પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નાનો વીડિયો શેયર કર્યો છે જેમાં એજિસ બાઉલના મેદાન પર કવર દેખાઈ રહ્યા છે અને જોરદાર વરસાદ પડી રહ્યો છે. હવામાન રિપોર્ટસ અનુસાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલના પાંચેય દિવસ વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ માટે રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વીનની જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યા છે. બીજી બાજુ હનુમાન વિહારીને પ્લેઈંગ ઈલેવનમાં તક અપાઈ નથી તો ઓપનિંગ બેટસમેન તરીકે ટીમે શુભમન ગીલ ઉપર ભરોસો વ્યક્ત કર્યો છે.

દરમિયાન આજે વરસાદ ઘણે અંશે ખલેલ પહોંચાડી શકે છે તેવી સંભાવનાને પગલે આઈસીસીએ 23 જૂનને રિઝર્વ-ડે તરીકે નક્કી કર્યો છે. મેચ દરમિયાન પહેલાં દિવસે 80 ટકા વરસાદ અને તોફાનની સંભાવના છે. જ્યારે બીજા દિવસે 40 ટકા વરસાદ પડે તેવી શક્યતા છે. મેચ દરમિયાન અનેક સેશન વરસાદને કારણે ધોવાઈ જવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આખા મેચ દરમિયાન ઓછામાં ઓછા એક દિવસની રમતને જરૂર નુકસાન જશે.

જો કે આ માટે આઈસીસીએ 23 જૂનને રિઝર્વ ડે તરીકે રાખ્યો છે પરંતુ હવામાનનો મિજાજ જોતાં એક દિવસ કાફી લાગી રહ્યો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફ્રાન્સ લો પ્રેશરવાળા વિસ્તારોમાં આવે છે. આ પ્રેશર આજથી ઉત્તર તરફ આગળ વધશે જેથી સાઉથૈમ્પટનમાં વરસાદ અને તોફાનની સંભાવના છે. પહેલાં દિવસ ઉપરાંત બાકી દિવસે વરસાદ બહુ પડવાની શક્યતા ન હોવાથી આખો મેચ ધોવાઈ નહીં જાય. રવિવાર સુધી હવામાન સાફ થવાનું અનુમાન પણ વ્યક્ત કરાઈ રહી છે. રવિવાર અને સોમવારે તડકો નીકળી શકે છે.


Related News

Loading...
Advertisement