ગુજરાત કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

18 June 2021 12:27 PM
Surendaranagar Crime Saurashtra
  • ગુજરાત કરણીસેનાના પ્રમુખ રાજ  શેખાવતના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

વઢવાણ તા.18
ગુજરાત કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતની સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરાતા પાંચ દિવસના (સોમવારે સવારે 11વાગ્યા સુધીના) રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. કરણીસેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતની ગઈકાલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અમરેલીના એસ.પી.નિર્લીપ્ત રોય વિરૂધ્ધ નવાસૂરજદેવળ સભામાં બેફામ નિવેદનબાજી કરવા બદલ કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષની અટક કરવામાં આવી હતી. અને વધુ પુછપરછ માટે ચોટીલા કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. આ સમગ્ર પ્રકરણની તપાસ એલ.સી.બી પી.આઈ ડી.એમ. ઢોલને સોંપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement