સુરેન્દ્રનગરમાં 22 લાખની ચોરીની ઘટનાના આરોપીઓ ઝબ્બે

18 June 2021 12:44 PM
Surendaranagar Crime Saurashtra
  • સુરેન્દ્રનગરમાં 22 લાખની ચોરીની ઘટનાના આરોપીઓ ઝબ્બે

વઢવાણ, તા. 18
સુરેન્દ્રનગર, ભારત પેટ્રોલપંપની બાજુમાં પંચવટી કોમ્પલેક્ષમાં રાત્રીના સમયે શકિત ઇલેકટ્રીક સ્ટોર્સ તથા અન્ય દુકાનોમાં રોકડા રૂા.22,00,000ની ચોરી કર્યા અંગેના ચર્ચાસ્પદ ગુનાના બે આરોપીઓને સુરેન્દ્રનગર એસીબીએ ઝડપી લીધા છે.

સદરહું ચોરીના ગુન્હાને અંજામ આપનાર બે સગા ભાઇઓ પાસેથી સદરહું ચોરીમાં ગયેલ રોકડા રૂા.1,79,220 તથા ચોરીના પૈસામાંથી ખરીદ કરેલ સોના ચાંદીના દાગીના કી.રૂા.1,21,600/- તથા મોબાઇલ ફોન નંગ-ર કી.રૂા.10,000 તથા આધારકાર્ડ વિગેરે મળી કુલ રૂા.3,10,820નો મુદામાલ ઝડપાયો.

તાજેતરમાં ગઇ તા.31/1ના સુરેન્દ્રનગર, ભારત પેટ્રોલ પંપની બાજુમા પંચવટી કોમ્પ્લેક્ષમા આવેલ શકિત ઇલેકટ્રીક સ્ટોર્સ દુકાન નં.-14 તથા કોમ્પ્લેક્ષમા આવેલ અન્ય દુકાનોના સટરના નકુચા કાપી દુકાનમા પ્રવેશ કરી કાઉન્ટરના ખાનાના લોક તોડી રોકડા રૂા.22,00,000/- ની ચોરી કરેલ હોય જે અંગે સુરેન્દ્રનગર સીટી બી ડીવી પો.સ્ટે. ગુ.ર.ન.11211056210035 ઇ.પી.કો. કલમ 454, 457, 380 મુજબનો રજી. કરવામાં આવેલ છે.

સંદીપ સિંધ નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા તથા એલ.સી.બી. ની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યા આજુબાજુના તથા આરોપીઓ ગુન્હો કરી નાસેલ તે રસ્તાના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી, રાહદારી માણસોની પુછપરછ કરી, અન્ય શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરી, અગાઉ આવા પ્રકારના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો ડેટાબેઝ એકત્ર કરી, તેઓની હાલની પ્રવૃતિ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ શરૂ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરવામાં આવેલ.

આ કામે ઉંડાણપુર્વકની તપાસના અંતે સદર ગુન્હામાં આરોપીઓ (1) અરવિંદભાઇ ઉર્ફે રાજુ હિંમતભાઇ મોહનભાઇ મકવાણા જાતે ચુ.કોળી ઉવ.32 તથા (2) વિજયભાઇ ઉર્ફે કાદર હિંમતભાઇ મકવાણા જાતે ચુ.કોળી ઉવ.34 રહે.બંને મુળ ગામ- દામનગર શાક માર્કેટ પાછળ, કાળકા માના મઢ પાછળ તા.લાઠી જી.અમરેલી હાલ રહે. શિહોર, રામનગર પ્લોટીંગ વિસ્તાર, અમુલ દુધની ડેરીની સામે જી.ભાવનગર વાળાઓ સંડોવાયેલ હોય અને આ ગુનો કર્યા પછી નાસતા ફરતા હોવાનું જણાય આવેલ જેથી આ કામે મજકુર ઇસમોને પ્રથમ રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા પ્રથમ તો પોતે કોઇ ગુન્હો કરેલ નથી એમ જણાવી બચવા પ્રયત્ન કરેલ પરંતુ મજકુર ઇસમોને સતત ઉંડાણપુર્વકની પુછપરછ કરતા મજકુર ઇસમો ભાંગી પડેલ અને આ ચોરીનો ગુનો કરેલ હોવાની કબુલાત આપે છે.

આરોપી અરવિંદભાઇ ઉર્ફે રાજુ હિંમતભાઇ મોહનભાઇ મકવાણા વાળા પાસેથી ચોરીના રોકડા રૂા.21,220/- તથા ચોરીના પૈસામાંથી ખરીદ કરેલ મોબાઇલ ફોન કી.રૂા.5000/- તથા ચોરીના પૈસામાંથી ખરીદ કરેલ સોના ચાંદીના દાગીના જેમાં સોનાની વીટી નંગ-4, ચેઇન, પેંડલ તથા ચાંદીની લકકી કી.રૂા.1,21,600/- તથા આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે ચિજવસ્તુ કબજે કરેલ છે. તેમજ આરોપી વિજયભાઇ ઉર્ફે કાદર હિંમતભાઇ મકવાણા પાસેથી ચોરીના રોકડા રૂા.1,58,000/- તથા ચોરીના પૈસામાંથી ખરીદ કરેલ મોબાઇલ ફોન કી.રૂા.5000/- વિગેરે મળી કુલ રૂા.3,10,820/- નો મુદામાલ કબજે કરી મજકુર આરોપીને ધોરણસર અટક કરી વધુ તપાસ અર્થે સુ.નગર સીટી એ ડીવી. પો.સ્ટે. સોપી આપેલ છે.

આ કામે પકડાયેલ આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. મજકુર આરોપીઓ અગાઉ દામનગર, ભાવનગર, અમરેલી, પાલીતાણા વિગેરે પોલીસ સ્ટેશનોમાં ચોરીઓમાં પકડાઇ ગયેલ છે.
ઉપરોકત કામગીરીમાં ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. સુરેન્દ્રનગર તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા ગોવીંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા ચર્ચાસ્પદ ચોરીના નાસતા ફરતા બે આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડેલ છે.


Related News

Loading...
Advertisement