કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરતી કોર્ટ : ઘેરા પડઘા

18 June 2021 12:49 PM
Surendaranagar Crime Saurashtra
  • કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરતી કોર્ટ : ઘેરા પડઘા
  • કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરતી કોર્ટ : ઘેરા પડઘા
  • કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરતી કોર્ટ : ઘેરા પડઘા
  • કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરતી કોર્ટ : ઘેરા પડઘા

અમરેલી એસ.પી. નિર્લિપ્ત રોય વિરૂધ્ધમાં કરેલ નિવેદનને લઇને પોલીસ કાર્યવાહી

પાંચ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવતા કરણી સેનામાં આક્રોશ : રાજ શેખાવતને પાંચ દિવસ સુરેન્દ્રનગર બી ડીવીઝન મથકે રહેવું પડશે
વઢવાણ, તા. 18
આજથી ચાર માસ પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા અમરેલી એસ.પી. નિર્લીપ્ત રોયના મામલે કરેલા વિવાદીત નિવેદનના મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્રારા 16 જૂનના રોજ બપોરના ચાર કલાકે અમદાવાદ ખાતેથી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર બી.ડીવીઝન પોલીસ શટેશન ખાતે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતને રાખવામાં આવ્યા છે સુરેન્દ્રનગરની સીવીલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અને રાજ શેખાવત ને સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે ત્યારે સાંજના સમયે તેમને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા ચુસ્ત બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે તેમણે રાખવામાં આવ્યા છે.

ત્યારે ચાર માસ પહેલા ચોટીલાના સુરજદેવળ ખાતે કાંઠી સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં કાંઠી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે સમયે પ્રવચન દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અમરેલી પોલીસ અધ્યક્ષ નિર્લીપ્ત રોય વિરૂધ્ધમાં કરેલા વિવાદીત નિવેદનના કારણે સરકાર દ્રારા ખુદ સરકાર ફરીયાદી બની ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જેના મામલે કાલે બપોરના સમયે અમદાવાદ ખાતેથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ની અટકાયત કરવામાં આવી છે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા અલગ અલગ પોલીસ ટુકડી બનાવી અને અમદાવાદ ખાતે જ્યાં રાજ શેખાવત હતા તે સ્થળેથી તેમની અટકાયત કરી અને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા છે.

જ્યારે હાલમાં સુરેન્દ્રનગરની બી ડિવિઝન પોલીસ મથક ખાતે તેમણે રાખવામાં આવ્યા છે રાત્રી દરમ્યાન કાઠી સમાજના આગેવાનો તથા કરણી સેના ના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસ સાથે પણ ચર્ચા કરી હતી ત્યારે એક સાથે કાઠી સમાજના આગેવાનો તથા કરણી સેનાના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને આવી પહોંચતા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ સુરેન્દ્રનગર બી ડિવિઝન પહોંચ્યા હતા અને ત્યાં આ લોકોને સમજાવી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમરેલીના લુવારા ગામ માં બનેલી ઘટના મામલે ચોટીલાના સુરજદેવળ મંદિર ખાતે યોજાયેલા સંમેલનમાં અમરેલી એસપી નિર્લિપ્ત રોયના વિરુદ્ધ કરેલા નિવેદનના મામલે રાજ શેખાવત ની અટકાયત કરવામાં આવી છે ત્યારે કાલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા પોલીસ કાફલા સાથે રાજ શેખાવત ને સાંજે પાંચ વાગ્યે ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની વધુ પૂછપરછ જ ચોટીલા કોર્ટના જજ દ્વારા હાથ ધરવામાં આવી હતી આ મામલે વધુ તપાસ કરવા માટે પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા ત્યારે આ મામલે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે રાજ શેખાવતને લાવવામાં આવ્યા
સુરેન્દ્રનગરની ચોટીલા કોર્ટે કાલે રાજ શેખાવત ને પૂછપરછ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે ત્યારે આ મામલે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસ મથક ખાતે શેખાવતને લાવવામાં આવ્યા છે પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં કોઈને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી અને હાલની પરિસ્થિતિ મુજબ રાજ શેખાવત ની વધુ પૂછપરછ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

નાયબ પોલીસ અધિક્ષક 5 પી.આઈ 8 પી.એસ.આઇ 120 પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ બહાર તૈનાત
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક ખાતે રાજ શેખાવતને પૂછપરછ માટે રાખવામાં આવ્યા છે ત્યારે કોઈ પણ જાતની કાયદાકીય પરિસ્થિતિ કથળે નહિ હેતુથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ નાયબ પોલીસ અધિક્ષક ઓ દ્વારા હાલમાં રાજ શેખાવત ની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ સ્ટેશન બહાર જિલ્લાના પાંચ પી.આઈ 8 પી.એસ.આઈ અને 120 પોલીસ કોન્સ્ટેબલ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ મથક ખાતે તમામ પોલીસને એન્ટ્રી રદ કરવામાં આવી છે ફક્ત ત્રણ નાયબ પોલીસ અધિક્ષક અને પીઆઇ રાજ શેખાવત ની પૂછપરછ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement