આનંદો! ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય: કાલે સર્વત્ર વરસાદ વરસશે

18 June 2021 03:42 PM
Ahmedabad Gujarat Top News
  • આનંદો! ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય: કાલે સર્વત્ર વરસાદ વરસશે
  • આનંદો! ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય: કાલે સર્વત્ર વરસાદ વરસશે

* સપ્તાહથી સ્થગિત ચોમાસું એકાએક દોડયુ: ડીસા-જુનાગઢ સુધી પહોંચી ગયુ

* આવતા ચોવીસ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે: ગુજરાત હવામાન ખાતાના વડા મનોરમા મોહંતીની 'સાંજ સમાચાર' સાથે વાતચીત

* વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ચોમાસાને ધકકો લાગી ગયો: કાલે આણંદ-ભરૂચમાં ભારેથી અતિભારે: વરસાદ રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગરમાં ભારે તથા રાજયનાં અન્ય ભાગોમાં તોફાની પવન-વિજળીના કડાકા ભડાકા સાથે હળવા-નોંધપાત્ર વરસાદની આગાહી: રવિવારથી જોર ઘટી જશે.

રાજકોટ તા.18
ગુજરાતમાં પ્રવેશ્યા બાદ છેલ્લા એકાદ સપ્તાહથી સ્થગીત થઈ ગયેલુ નૈઋત્ય ચોમાસું છેવટે સક્રિય બન્યુ છે અને આગળ ચાલવા લાગ્યુ છે. આજે રાજયનાં અનેક નવા વિસ્તારોને કવર કરી લીધા છે. આવતા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહીત સમગ્ર રાજયમાં પ્રવેશ મેળવી લ્યે તેવી શકયતા છે અને તેના પ્રભાવ હેઠળ ગુજરાતમાં વિક એન્ડમાં મેઘરાજા વરસાદની રેલમછેલ સર્જે તેવી સંભાવના છે.

ગુજરાત હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આજે બપોરે 'સાંજ સમાચાર' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે સપ્તાહ પૂર્વે ગુજરાતમાં વલસાડથી દાખલ થયેલા અને સુરત સુધી પહોંચીને સ્થિર બની ગયેલા નૈઋત્ય ચોમાસાએ આજે આગેકુચ કરી છે.આજે બપોર સુધીમાં ડીસા તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ સુધી પહોંચી ગયુ છે. આવતા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહીત સમગ્ર ગુજરાતનાં લગભગ તમામ વિસ્તારોને કવર કરી લે તેવી સંભાવના છે.

તેઓએ એવી ચોખવટ કરી હતી કે ચોમાસાને આગળ વધારવા માટે કોઈ નવી સ્ટ્રોંગ સીસ્ટમ સક્રિય થઈ નથી. પરંતુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સથી મદદ મળી ગઈ છે.સાથોસાથ મોનસુન ટર્ફ પણ નીચો આવી જતાં ચોમાસાને આગળ વધવામાં વેગ મળી ગયો છે.આવતા ચોવીસ કલાકમાં રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ જવા સાથે વિક એન્ડમાં વતાઓછા પ્રમાણમાં વરસાદ થવાની પણ સંભાવના છે. આવતીકાલે શનિવારે દ.ગુજરાત સહીતનાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે અને અન્યત્ર હળવાથી ભારે વરસાદ થવાની શકયતા છે.

હવામાનની વર્તમાન સીસ્ટમ પર નજર કરવામાં આવે તો પશ્ચીમ રાજસ્થાનથી ઉતર પૂર્વીય બંગાળની ખાડી સુધીનો ટર્ફ યથાવત છે. વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ પણ પ્રવર્તે છે. દ.પાકિસ્તાન તથા આસપાસનાં ભાગોમાં 1.5 કિલોમીટરની ઉંચાઈએ સાયકલોનીક સરકયુલેશન યથાવત છે. આ ઉપરાંત ઉતર પૂર્વ અરબી સમુદ્રમાં પણ 5.8 કી.મી.ની ઉંચાઈએ સાયકલોનીક સરકર્યુલેશન છે.દ.ગુજરાતથી કેરળનાં દરીયાકાંઠા સુધી ઓફશોર ટર્ફ પણ સક્રિય છે.

હવામાન ખાતા દ્વારા આવતીકાલે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદ થવાની શકયતા છે. દ.ગુજરાતનાં આણંદ તથા ભરૂચ જીલ્લામાં ભારેથી અતિ ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદ થવાની શકયતા છે. આજ રીતે વડોદરા, સુરત, નવસારી,વલસાડ તથા દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા,અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદાં ડાંગ તથા તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતના બાકીનાં ભાગોમાં 30 થી 40 કી.મી.નાં પવન સાથે અને વિજળીનાં કડાકા ભડાકા સાથે નોંધપાત્ર તોફાની વરસાદ થવાની શકયતા છે.

રવિવારે વરસાદનું જોર ધીમુ પડી જશે છતાં નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ થવાની શકયતા છે. જયારે સૌરાષ્ટ્ર અને ઉતર તથા દ.ગુજરાતનાં અન્ય ભાગોમાં 30 થી 40 કી.મી.નાં પવન સાથે તોફાની હળવો-નોંધપાત્ર વરસાદની શકયતા છે.


Related News

Loading...
Advertisement