‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’: ભારે વરસાદને કારણે ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચનું પહેલું સેશન ધોવાયું

18 June 2021 04:47 PM
Sports
  • ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’: ભારે વરસાદને કારણે ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચનું પહેલું સેશન ધોવાયું

ટોસ પણ ન થઈ શક્યો: પાંચેય દિવસ સુધી વરસાદની આશંકા: કિવિ ટીમના ખેલાડીઓ કોફીનો આનંદ ઉઠાવવામાં વ્યસ્ત

નવીદિલ્હી, તા.18
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ મુકાબલો આજથી શરૂ થવાનો છે પરંતુ સાઉથેમ્પ્ટનમાં જોરદાર વરસાદ પડી રહ્યા હોવાને કારણે ટોસ પણ થઈ શક્યો નથી. બીજી બાજુ બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે વરસાદની તીવ્રતામાં ઘટાડો ન થતાં મેચનું પ્રથમ સેશન ધોંવાઈ ગયું છે.

આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ વરસાદ અટકવાનું નામ લઈ રહ્યો ન હોવાથી 2:30 વાગ્યે ટોસ પણ થઈ શક્યો નહોતો. એક્યુવેધરના અહેવાલ અનુસાર સાઉથેમ્પ્ટનમાં 18થી 22 જૂન વચ્ચે દરરોજ વરસાદ પડે તેવી સંભાવના છે. આવામાં સવાલ એ ઉભો થાય છે કે શું દરરોજ મેચમાં વરસાદ ખલેલ પહોંચાડશે તો પરિણામ કેવી રીતે આવશે ?

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારા આ મુકાબલામાં વિશ્વ આખાની નજર ટકેલી છે. સાઉથેમ્પ્ટનમાં આખી રાત વરસાદ પડ્યા બાદ આજે સવારથી પણ મેઘો મંડાઈ જતાં ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયું હતું. વરસાદને કારણે રમત શક્ય નહીં બનતાં ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફે કોફીનો લુત્ફ ઉઠાવ્યો હતો.


Related News

Loading...
Advertisement