વિષય વૈવિઘ્યની તડાફડી સાથે એક એકથી ચઢીયાતા આર્ટીકલની આતશબાજી : કિન્નર આચાર્યની તડાફડી

18 June 2021 04:47 PM
Rajkot Saurashtra
  • વિષય વૈવિઘ્યની તડાફડી સાથે એક એકથી ચઢીયાતા આર્ટીકલની આતશબાજી : કિન્નર આચાર્યની તડાફડી
  • વિષય વૈવિઘ્યની તડાફડી સાથે એક એકથી ચઢીયાતા આર્ટીકલની આતશબાજી : કિન્નર આચાર્યની તડાફડી

લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું નવુ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયુ છે

રાજકોટ તા.18
મહા-ભારતની રામાયણ, રંગ છલકે અને રંગ છલકે અગેઇન પછી લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું વધુ એક નવતર પુસ્તક આવી રહ્યું છે જેનું નામ છે. કિન્નર આચાર્યની તડાફડી. તાજેતરમાં જ પ્રકાશિત આ પુસ્તકે ગુજરાતી વાંચકોથી લઇને વિવેચકો સુધીનું ઘ્યાન આકર્ષિત કર્યુ છે. કિન્નર આચાર્યના આકર્ષક વ્યકિતત્વ અને અલાયદા લેખનશૈલીનાં પ્રતિબીંબ સમા આ પુસ્તકમાં 40 જેટલા લેખો સમાવવામાં આવ્યા છે.

જેમાં દેશી-વિદેશી ખાનપાનથી લઇ સુરીલા સંગીતના દાયકા વિશેની રસપ્રદ વાતો, રામયાણની લઇ મંદિરો, મસ્જીદો, ચર્ચાોની અજાણી વાતો-પ્રસંગો, આયુર્વેદથી લઇ એલોપથીની ગુપ્ત માહિતી, ધર્મ-સાહિત્ય-ભાષા શબ્દોથી લઇ શરદ જોશી-હસમુખ ગાંધી જેવા સર્જકોની અલપ-ઝપલની, પુરૂષોની તરફેણથી લઇ સ્ત્રીઓ અંગેની બોલ્ડ-બેબાક બાબતો, સંબંધોથી લઇ સોશ્યલ મીડિયાની માથાકુટો, હાસ્ય, વ્યંગ, કટાક્ષ સલાહો સાથે પેરેન્ટીંગથી લઇ પ્રેસ-મીડિયા અને પોલીસખાતા જેવા અનેકવિધ વિષયોનો સમાવેશ થાય છે.

આટલુ વિષય વૈવિઘ્ય ધરાવતું આ ગુજરાતી ભાષાનું કદાચ પ્રથમ પુસ્તક હશે. આ પુસ્તકની વિશિષ્ટ વાત છે, કેરળ, ડાયરીએ આ પુસ્તકનો આત્મા છે. આ પુસ્તકનાં લેખક કિન્નર આચાર્ય પોતાની પ્રસ્તાવનામાં પણ એ વાત લખી ચુકયા છે કે હું છાતી ઠોકીને કહુ છું. એ સીરીઝ વાંચશો તો તમને લાગશે કે કેરળ અંગે તમે કહુ જાણતા નથી.

વિષય વૈવિઘ્યની તડાફડી સાથે એકથી એક ચઢીયાતા આર્ટીકલની આતિશબાજી એટલે કિન્નર આચાર્યની તડાફડી પુસ્તક. આ પુસ્તકે પ્રકાશીત થતા વેંત જ વાંચકવર્ગમાં ધૂમધડાકા મચાવ્યા છે. લોકોને આ પુસ્તક પસંદ પડી રહ્યું છે. કિન્નર આચાર્યની તડાફડી પુસ્તકનાં તમામ લેખોમાં લેખક-પત્રકાર કિન્નર આચાર્યોનું શોધ-સંશોધન ઉડીને આંખે વળગે છે. તેમના ગીત સંગીત, વેબસીરીઝ સહિત ખાવા-પીવા-ફરવાના તથા સમાજને અને સંબંધોનાં તાણાવાણાને માઇક્રોસ્કોપમાં મૂકીને જોવાના શોખની માહિતી મળે છે.

જ્ઞાન-વિજ્ઞાન, કુકીંગ રેસીપી, બીઝનેસથી લઇ આગળ જતા પુરૂષોની તરફેણ કરતા વિવિધ લેખોમાંથી દોરી પર ચાલતાં સંતુલન જાળવવા મથતો પુરૂષ, નામનાં લેખકમાં લેખક લખે છે કે પુરૂષ જો પત્ની તરફ ઢળે તો તેના પર બૈરીઘેલોનું સ્ટીકર ચોંટાડી દેવામાં આવે છે અને મા તરફ ઝુકે તો એ માવડીયો ગણાય જાય છે. દુનિયાની નજરે એ કયારેય ન્યુટ્રલ હોતો નથી. અંતર કે અંદરથી કદાચ એ તટસ્થ હોય તો પણ લોકો તેની તટસ્થતા સ્વીકારવા જલદી તૈયાર થતા નથી. પુરૂષની ભૂમિકા પેલા દોરડા પર ચાલતા, હાથમાં ડંગોરો લઇ સંતુલન સાધતા બાળક જેવી હોય છે. ઘણા આ ખેલ કરી શકે છે અનેક તો ઉંધે-કાંધ પટકાય છે. તેને માતાની અકોણાઇ વિશે જાણ હોય છે અને પત્નીની આડોડાઇ અંગે પણ ખબર હોય છે.

આ સિવાય કિન્નર આચાર્યની તડાફડી પુસ્તકમાં કિન્નર આચાર્યની કલમે લખાયેલા વ્યંગનાં બાણ આટલા મીઠા કેમ લાગે? સોશ્યલ મીડિયા મોર્ડન પુલિસિંગ અને ટ્રેડીશનલ પુલિસિંગ, સ્ત્રી સશકિતકરણ અને લીગલ ટેરરીઝમ, પહેલો પુરૂષ એકવચન અને નૌતમલાલ : પ્રીન્ટ મીડિયા વર્સીસ સોશ્યલ મીડિયા, નૌતમલાલ રિટનર્સ: અસ્મિતા પર્વના મંચને નોબલ પ્રાઇઝનું સ્ટેજ માનતો ગુજરાતી સર્જક જેવા બીજા કેટલાક લેખો પણ વાંચવા-માણવા જેવા છે. બેશક કહી શકાય કે જે પ્રકારે કિન્નર આચાર્યનું લખાણ સોશ્યલ મીડિયામાં વાયરલ થાય છે તે પ્રકારે સમગ્ર સમાજમાં કિન્નર આચાર્યની તડાફડી પુસ્તક વાયરલ થશે. કારણ કે અનેક અખબારો-સામાયિકોમાં નિયમીત કટારો લખનાર કિન્નર આચાર્યએ આ પુસ્તકમાં કરેલું ઓલરાઉન્ડર પરફોર્મન્સ તેમણે જે રીતે ડઝનબંધ વિષયો પર સહજતાથી લેખો લખ્યા છે તે તેમની વિવિધ વિષયો પરની હથોટીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ પુસ્તકનાં લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું નામ ગુજરાતનાં-ગુજરાતીનાં વાંચકો માટે અજાણ્યુ નથી. અધુરામાં પુરૂષ કિન્નર આચાર્ય બહોળો વાંચકવર્ગ ધરાવે છે અને તેમનો ચાહકવર્ગ પણ નાનો નથી. તેથી જ કોરોનાકાળમાં આ પુસ્તક મેન્ટલ ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરી સુપર ડુપર હીટ જશે. કિન્નર આચાર્યની તડાફડી પુસ્તક દરેક વાંચનપ્રેમી, શૈક્ષણિક સંસ્થા, ગ્રંથાલય તેમજ સાહિત્યનાં રસીકો અને પત્રકારત્વનાં વિદ્યાર્થીઓ તથા દેશ-દુનિયામાં વસતા તમામ ગુજરાતી પરિવારોએ વસાવવા, વાંચવા, વહેંચવા જેવુ છે. ઉપરોકત પુસ્તક ક ેબુકસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક, 150 ફૂટ રીંગ રોડ, રાજેશ બુકસ શોપ, લોધાવાડ ચોક, યુએન બુક વર્લ્ડ, યુનિ. રોડ ખાતે ઉપલબ્ધ છે. પુસ્તકનું પ્રકાશન યોગેશ ચોલેરાએ કરેલ છે.


Related News

Loading...
Advertisement