મુખ્યમંત્રી કાલે મા અંબાના દર્શન માટે અંબાજી જશે

18 June 2021 04:52 PM
Ahmedabad Gujarat Politics
  • મુખ્યમંત્રી કાલે મા અંબાના દર્શન માટે અંબાજી જશે

ચોટીલામાં રોપ વે નિર્માણના નિર્ણય બદલ મંદિરના પ્રમુખ-સંતોએ વિજયભાઇ રૂપાણીને આભાર વ્યકત કર્યો

ગાંધીનગર તા.18
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે સવારે જગત જનનીમાં અંબાના દર્શન માટે અંબાજી જશે. કોરોના મહામારીને નાથવા તેમજ કરોડો ગુજરાતીઓની સુખાકારી અને સમૃઘ્ધિ માટે પ્રાર્થના કરશે. આ ઉપરાંત ચોટીલામાં રોપ-વે નિર્માણના નિર્ણય બદલ મંદિરના પ્રમુખ-સંતોએ વિજયભાઇ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઇ આભાર વ્યકત કર્યો હતો.

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં લાખો-કરોડો ભક્તોને સરળતાથી ચામુંડા માતાના દર્શનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે રોપ-વે બનાવવાનો નિર્ણય માર્ચ-2021માં કર્યો હતો. આ નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ અમૃતગિરિ ગોસાઈ સહિત સંતો-અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત કરી આભાર માની આશીર્વાદ આપ્યા હતા.

આ મુલાકાત દરમિયાન ચામુંડા માતાજીના મંત્રીઓ, સંતો, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement