આજે સાંજે ફરી રાજકોટ, જામનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં તોફાની વરસાદની સંભાવના

18 June 2021 05:14 PM
Rajkot Saurashtra
  • આજે સાંજે ફરી રાજકોટ, જામનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં તોફાની વરસાદની સંભાવના

હવામાન ખાતાની આગાહી : 40 કિ.મી.થી પણ વધુ ઝડપે પવન ફુંકાઇ શકે

રાજકોટ, તા.18
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક ભાગોમાં ગઇરાત્રે હળવો-ભારે વરસાદ વરસ્યો હતો. આજે સાંજે પણ ફરી આ સ્થિતિ ઉભી થવાની સંભાવના છે. હવામાન ખાતા દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે 40 કિ.મી.ની ઝડપના પવન સાથે સુરત, વડોદરા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જામનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ પહોંચી ગયું છે અને આવતા ચોવીસ કલાકમાં સમગ્ર રાજયને કવર કરી લે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement