તા.24 ના અમદાવાદમાં ભગવાન જગન્નાથની જલયાત્રા યોજવા મંજુરી

18 June 2021 05:28 PM
Ahmedabad Gujarat
  • તા.24 ના અમદાવાદમાં ભગવાન જગન્નાથની જલયાત્રા યોજવા મંજુરી

પાંચ ક્ળશ-એક ગજરાજ અને મર્યાદિત હાજરી: નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ તથા ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે

અમદાવાદ તા.18
ચાલૂ વર્ષે અમદાવાદ સહીત રાજયોના અનેક ભાગોમાં અષાઢી બીજના દિને યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાનાં આયોજન અંગે હજુ અનિશ્ર્ચિતતા છે તે વચ્ચે રાજય સરકારની સંમતીથી અમદાવાદ પોલીસે તા.24 જુનના રોજ જલયાત્રા યોજવાની મંજુરી આપવામાં આવી છે.

જોકે આ વર્ષે ફરી પાંચ કળશ સાથે અને મંદિરનાં ગાદીપતિ ટ્રસ્ટીઓ અને થોડા સેવકો સાથે આ યાત્રા યોજાશે અને 108 ના બદલે પાંચ જ કળશ રાખવામાં આવશે.
આ જલયાત્રામાં સાબરમતીનાં કિનારે વિધીવત ગંગાપુજન થશે

જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલ તથા ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે અને 15 ના બદલે એક જ ગજરાજ જોડાશે. આજે અમદાવાદ ખાતેના ઉચ્ચ અધિકારીઓએ રૂટની મુલાકાત લીધી હતી અને બંદોબસ્તની પણ ચર્ચા કરી હતી.


Related News

Loading...
Advertisement