કોરોનાના કારણે ભારત તબાહ : ચીન વળતર આપે : ટ્રમ્પ

18 June 2021 05:41 PM
World
  • કોરોનાના કારણે ભારત તબાહ : ચીન વળતર આપે : ટ્રમ્પ

અમેરીકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાના કારણે ભારત તબાહ થઇ ગયો હોવાનું મંતવ્ય વ્યકત કરતા જણાવ્યું છે કે ચીને ભારતને વળતર આપવુ જોઇએ. અગાઉ ટ્રમ્પે કોરોના સંક્રમણ માટે ચીન પર આરોપ મુકતા 10 ખરબ ડોલરનું વળતર અમેરીકાને આપવાની માંગણી કરી હતી પછી એ પણ જણાવ્યું કે ભારત સહિતના અનેક દેશોને પણ કોરોના સંક્રમણથી સહન કરવુ પડયુ છે અને અનેક દેશો બરબાદ થઇ ગયા છે. કોરોના ભલે કોઇ દુર્ઘટના હોય કે ન હોય પણ ચીન તેના માટે જવાબદાર છે. ભારત તેમાં સ્વાસ્થય સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના કયાંથી આવ્યો તે શોધવુ સૌથી મહત્વનું છે. પરંતુ ચીનના અધિકારીઓ દ્વારા ડિસેમ્બર 2019માં કોરોનાની માહિતી આપવામાં આવી હતી અને એ પણ નિશ્ર્ચિત થયુ છે કે ચીનની લેબમાંથી જ કોરોના લીક થયો છે.


Related News

Loading...
Advertisement