મમતાના ભત્રીજાને થપ્પડ મારનારનું મોત : પરિવારે હત્યા ગણાવી

18 June 2021 05:55 PM
India Politics
  • મમતાના ભત્રીજાને થપ્પડ મારનારનું મોત : પરિવારે હત્યા ગણાવી

પશ્ચિમ બંગાળમાં 2015માં એક કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને હાલ તૃણમુલ કોંગ્રેસના મહામંત્રી અભિષેક બેનર્જીને એક વ્યકિતએ થપ્પડ મારી હતી તે વ્યકિત હવે મૃત્યુ પામી છે. આ વ્યકિત ભાજપનો જ નેતા હતો અને તેનું નામ દેવાશિષ આચાર્ય જાહેર થયુ છે.

ગુરૂવારે તેનું રહસ્યમય મૃત્યુ થયુ અને કેટલાક લોકોએ હોસ્પિટલ પહોંચાડયો હતો જયાં તેણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. રાજયના મીદનાપૂર જિલ્લામાં તુમલૂકની સરકારી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયુ હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે આ સામાન્ય મૃત્યુ નહી પરંતુ હત્યા છે. મૃતક આચાર્યના શરીર પર ઇજાના નિશાન હતા અને હોસ્પિટલમાં એમ જણાવાયુ કે અકસ્માત થયો છે.

પરંતુ 16 જૂનના રોજ તે પોતાના મિત્ર સાથે બહાર ગયો હતો અને એક જગ્યાએ ચા પણ પીધી હતી પછી તે ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ પામ્યો હતો. 2015માં તે અભિષેક બેનર્જીને થપ્પડ મારીને સુરખીયોમાં છવાઇ ગયો હતો જો કે બાદમાં તેની ધરપકડ પણ થઇ હતી પણ અભિષેક બેનર્જીએ કેસ નહી કરતાં તેનો છુટકારો થયો હતો.


Related News

Loading...
Advertisement