ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ મહિને કેટલો ‘ડેટા’ વાપરે છે? મોટાભાગના લોકો ‘પ્લાન’ મુજબનો ઉપયોગ કરતા નથી

18 June 2021 06:05 PM
India
  • ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ મહિને કેટલો ‘ડેટા’ વાપરે છે? મોટાભાગના લોકો ‘પ્લાન’ મુજબનો ઉપયોગ કરતા નથી

એક વર્ષમાં ડેટા વપરાશ વધીને 14.6 જીબી છતાં મોટી માત્રામાં ‘બેકાર’ જાય છે

નવી દિલ્હી તા.18
સસ્તા મોબાઈલ રીચાર્જ વિશે વાત કરવામાં આવે તો ભારતમાં આ આંકડો ખુબ જ મોટો છે. પરંતુ જેટલો ડેટા યુઝર્સને આપવામાં આવે છે તો શું આ બધો ડેટા યુઝર્સ એક મહિનામાં ખર્ચ કરે છે? આને લઈને એક અહેવાલ બહાર આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ભારતમાં સ્માર્ટફોન વપરાશકાર દીઠ સરેરાશ ટ્રાફીક 2019 માં દર મહિને 13 જીબીથી વધીને 2020 માં 14.6 જીબી પ્રતિ માસ થઈ ગયો છે.

સરેરાશ ભારતમાં મોબાઈલ ઓપરેટર્સ યુઝર્સનાં 28 દિવસો માટે પ્રતિદિન 2 જીબીથી 3 જીબી ડેટા પ્રદાન કરે છે. એવામાં સંપૂર્ણ માન્યતા દરમ્યાન જોવામાં આવે તો આ ડેટા 56 જીબીથી લઈને 84 જીબી સુધીની છે. આનો અર્થ એ છે કે ઘણા વપરાશકર્તાઓ દરરોજનાં દૈનિક ધોરણે સંપૂર્ણ ડેટાનો ઉપયોગ કરી શકતા નથી. એક અહેવાલ મુજબ ભારતમાં પ્રતિ સ્માર્ટફોન પર સરેરાશ બીજા ક્રમે આવે છે. 2026 માં તે દર મહિને 40 જીબી થવાનો અંદાજ છે.

એરીકસને એવો અંદાજ લગાવ્યો છે કે વર્ષ 2026 નાં અંત સુધીમાં 5જી નેટવર્ક ભારતમાં લગભગ 26 ટકા મોબાઈલ સબ્સિક્રિપ્શન્સને આવરી લેશે.તેના અંદાજે 330 મીલીયન, સબ્સીક્રિપ્શન્સ હોવાનો અંદાજ છે.2026 માં 4જી મોબાઈલ સબ્સિક્રિપ્શન્સના 61 ટકા સમાવિષ્ટ છે. વર્ષ 2020 માં સ્માર્ટફોન સબ્સ્ક્રિપ્શનનો આંકડો 810 મીલીયન રહ્યો હતો અને તે 7 ટકા સીએજીઆર પર વૃધ્ધિ થવાની ધારણા છે.2026 સુધીમાં આ 1.2 અબજને વટાવી જશે.2020 માં સ્માર્ટફોન સબ્સ્ક્રિપ્શન્સનો કુલ મોબાઈલમાં 72 ટકા હિસ્સો છે. એક અંદાજ મુજબ વર્ષ 2026 સુધીમાં આ સંખ્યા વધીને 98 ટકા થઈ જશે.


Related News

Loading...
Advertisement