કેવાયસીના નામે છેતરપીંડી: બેન્કોએ ગ્રાહકોને સાવચેત કર્યા

18 June 2021 06:07 PM
Crime India
  • કેવાયસીના નામે છેતરપીંડી: બેન્કોએ ગ્રાહકોને સાવચેત કર્યા

દિલ્હી,તા.18
ભારતીય સ્ટેટ બેન્કએ ગ્રાહકોને ઓનલાઇન છેતરપીંડી વધતા કેસ સાથે સાવચેત રહેવા જણાવ્યું છે. કેમકે, દેશભરમાં કેવાયસી છેતરપીંડીના ઘણા કેસો નોંધાયા હોવાથી એસબીઆઇ એ એલર્ટ રહેવા કહ્યું છે.

10 જુને એસબીઆઇ એ ટિવટર પર એક ચેતવણી જારી કરી.ગ્રાહકોને ચેતવણી આપી છેકે, જ્યાં છેતરપીંડી કરનારાઓ કેવાયસીની ચકાસણી કરે છે .એસબીઆઇ એ કહ્યું કે, કેવાયસી છેતરપીંડીના કેસમાં છેતરપીંડી કરનારાઓ ગ્રાહકની વ્યકિતગત માહિતી એકત્રીત કરવા બેંક અથવા કંપનીના પ્રતિનીધી હોવાનું નાટક કરી એક ટેકસ મેસેજ મોકલે છે. દેશમાં કોરોના-19 રોગચાળાની બીજી લહેર વચ્ચે તાજેતરમાં એસબીઆઇ એ ઇમેલ અથવા પોસ્ટ દ્વારા કેવાયસી અપડેટ માટેના દસ્તાવેજો સ્વીકારવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

ગ્રાહકોએ ઓનલાઇન છેતરપીડીના આવા તમામધ કેસોની જાણ તેમની વેબસાઇટ પર કરવા કહ્યુ છે. કેવાયસી છેતરપિંડીના વધતા જતા કેસો વચ્ચે એસબીઆઇ એ ત્રણ સુરક્ષિત ઉપાય જેમાં કોઇપણ કી કલીક કરતા પહેલા વિચારો, કેવાયસી અપડેટ કરવા માટે બેંક કયારેય લીંક મોકલતી નથી.જ્યાં તમારો મોબાઇલ નંબર અને ગુપ્ત માહિતી કોઇની સાથે શેર કરશો નહીં. આમ, આવા ત્રણ સુરક્ષીત રહેવાના રસ્તાઓ જણાવ્યા છે.


Related News

Loading...
Advertisement