ના બોટલ હટેગી ન વેલ્યુએશન ઘટેગી : વોટ એન આઇડીયા

18 June 2021 06:10 PM
India
  • ના બોટલ હટેગી ન વેલ્યુએશન ઘટેગી : વોટ એન આઇડીયા

યુરો કપ ફૂટબોલમાં પોર્ટુગલના ખેલાડી રોનાલ્ડોએ જે રીતે પત્રકાર પરિષદમાં ટેબલ પરથી કોકાકોલાની બોટલ હટાવી પાણી પીવા માટે અનુરોધ કર્યો તે પ્રકરણ બહુ ચગી ગયુ છે. પરંતુ ભારત અને દુનિયામાં જાણીતી ફેવીકોલ કંપનીએ આ તકનો લાભ ઉઠાવ્યો છે તેણે એક એડમાં ફેવીકોલની બોટલ બતાવી છે. સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં ફેવીકોલએ રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ જેવી ઇમેજ બ્લર કરીને દર્શાવી છે અને ખુરશી પણ ખાલી છે તથા ફેવીકોલની બે બોટલની સાથે એક સ્લોગન મૂકયુ છે ના બોટલ હટેગી ન વેલ્યુએશન ઘટેગી હેના મેરા કોકા...કોકા...કોકા...કોકા... આ એડ નેટીઝનને અત્યંત પસંદ પડી ગઇ છે અને માર્કેટીંગ કેવુ ઇન્સ્ટન્ટ હોય શકે તે પણ સ્વીકારાયુ છે અને આ બોટલ રોનાલ્ડો પણ હટાવી નહી શકે તેવો પણ પ્રતિભાવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement