આપણને જ ત્રીજી લહેરની ઉતાવળ છે, દિલ્હીમાં માર્કેટ દ્રશ્યો પર હાઈકોર્ટનો આક્રોશ

18 June 2021 06:16 PM
India
  • આપણને જ ત્રીજી લહેરની ઉતાવળ છે, દિલ્હીમાં માર્કેટ દ્રશ્યો પર હાઈકોર્ટનો આક્રોશ

લોકો માસ્ક ગળે લટકાવે છે પણ પહેરતા નથી

નવી દિલ્હી તા.18
દિલ્હી સહીત દેશભરમાં હવે લાંબા લોકલ લોકડાઉન બાદ બધુ ખતમ થઈ રહ્યું છે તે સમયે બજારોમાં ખુબ જ ભીડ છે અને માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન થતુ નથી તેના પર આકરી ટીપ્પણી કરતાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે જો આવુ જ ચાલશે તો કોરાનાની ત્રીજી લહેર બહુ જલ્દી આવી જશે.દિલ્હીમાં હાલ જે દ્રશ્યો છે તેમાં બજારોનાં દ્રશ્યોની તસ્વીરો તથા વિડીયો જોયા બાદ હાઈકોર્ટે સુઓમોટો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે લોકો માસ્ક ગળે લટકાવીને ફરે છે પણ પહેરતા નથી. સોશ્યલ ડીસ્ટન્સની તો વાત જ થઈ શકે તેમ નથી અને આપણે ત્રીજી લહેરને બોલાવી રહ્યા છીએ.


Related News

Loading...
Advertisement