હવે નાગરિકો માટે આવશે સ્માર્ટ પબ્લિક એપ

18 June 2021 06:22 PM
Rajkot Gujarat
  • હવે નાગરિકો માટે આવશે સ્માર્ટ પબ્લિક એપ

ગુજરાત સરકાર દ્વારા પોલીસ સહિતની સેવાઓ પણ આંગળીના ટેરવે મળે તેવી તૈયારી : કામગીરી સરળ બનશે

રાજકોટ તા.18
ગુજરાતનું ગૃહમંત્રાલય પણ હવે ડીજીટલ બની રહ્યું છે અને પોલીસ સહિતની અનેક સેવાઓ હવે તમને આંગળીના ટેરવે મળશે એટલુ જ નહી કોઇપણ ફરિયાદ નોંધાવવા માટે તમારે કયાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે

તે પણ તમારા મોબાઇલમાં ગૃહમંત્રાલયના એક એપ મારફત જાણી શકાશે. રાજય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવવા માટે હવે ડિજીટલ પઘ્ધતિનો આશ્રય લેવાય રહ્યો છે. હાલમાં જ ટ્રાફિક સહિતના દંડની વસુલાત પણ ડિજીટલ ધોરણે કરવામાં આવી છે. પરંતુ રાજય સરકાર ટુંકમાં તેની અનેક સેવાઓ ઇ-બેલેટ મારફત મળે તેવી પણ તૈયારીઓ કરી રહી છે. જેમાં ગૃહ વિભાગ સૌથી આગળ છે.

ગૃહ વિભાગનું એક ખાસ પબ્લીક એપમાં રાજયના તમામ પોલીસ મથકોની માહિતી હશે. એટલુ જ નહી તેનો અધિકાર ક્ષેત્ર એટલે કે કયા પોલીસ મથકની હદ કયાં સુધી છે તે માહિતી મળી જશે અને તમે તમારૂ એડ્રેસ અથવા તો ગુના કે અકસ્માતનું સ્થળ તેમાં અપલોડ કરો કે તૂર્ત જ તમારે કયા પોલીસ મથકનો સંપર્ક કરવો તે માહિતી મળી જશે. દરેક પોલીસ સ્ટેશનના ફોન નંબર પણ હશે. આ ઉપરાંત ગૂમ થયેલા વ્યકિત, અજાણ્યા મૃતદેહો મળે છે

તેની માહિતી અને પાસપોર્ટ કે અન્ય મહત્વના દસ્તાવેજો ખોવાયા હોય કે વાહન ખોવાયુ હોય તો તેની માહિતી પણ આ એપમાં મળી જશે. ઉપરાંત તમે પોલીસમાં કે ગૃહ વિભાગમાં કોઇ અરજી કરી હશે તો તેનું સ્ટેટસ પણ ઓનલાઇન જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ વિભાગ પાસે વિવિધ મંજૂરીઓ માંગવામાં આવે છે તો તે તમે ઓનલાઇન માંગી શકશો. તમે તેની ફી પણ ડિજીટલ રીતે ભરી શકશો તથા ગૃહ વિભાગની અન્ય માહિતીઓ પણ મળી શકશે.


Related News

Loading...
Advertisement