લખનઉ-દિલ્હી પછી હવે ફરી ભાજપના સંગઠન મહામંત્રી લખનઉ પહોંચશે: બે દિવસનું રોકાણ

18 June 2021 06:27 PM
India Politics
  • લખનઉ-દિલ્હી પછી હવે ફરી ભાજપના સંગઠન મહામંત્રી લખનઉ પહોંચશે: બે દિવસનું રોકાણ

તા.21 અને 22 ભાજપના સંગઠના મહામંત્રી બીએલસંતોષ લખનઉમાં યોગીનું કોકડુ હજી ગુંચવાયેલુ : મંત્રીમંડળ વિસ્તરણ વિલંબમાં પડયો, ફરી એક વખત બીએલ સંતોષ મંત્રીઓ અને ધારાસભ્યને મળશે

તા.7 થી ચિત્રકુટમાં આરએઅએસની ચિંતન બેઠક મોહન ભાગવત સહિતના નેતાઓ હાજરી આપશે
નવી દિલ્હી તા. 18 ઉતરપ્રદેશમાં આગામી સમયમાં યોજાનારી ધારસભ્ય ચૂંંટણી ભાજપ માટે સૌથી મોટી ચિંતા બની ગઇ છે અને હાલમાં લખનઉ અને દિલ્હીમાં વડપ્રધાન સહિતના ભાજપના ટોચના નેતાઓને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ તથા પક્ષના સંગઠન અગ્રણીઓ સાથે કલાકો સુધી ચર્ચા કરયા બાદ પણ હજુ કોઇ ફોર્મ્યુલા નકકી થઇ નથી તેવા સંકેત છે અને ફરી એક વખત ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ તારીખ 21 અને 22 ના રોજ લખનઉ જાશે અને ફરી એકવખત યોગી સરકારના મંત્રી ઓ તથા પક્ષના ધારાસભ્યો ઉપરાંત ભાજપના અગ્રણીઓને મળશે ગત સપ્તાહે યોગી આદિત્યનાથ 36 કલાક દિલ્હી રોકાયા હતા અને બેઠકનો દોર ચલાવ્યો હતો ત્યારબાદ મંત્રી મંડળના વિસ્તરણ સહીતની ચર્ચ હતી પણ તેમા હજુ પણ સંકેત મળતા નથી.

પક્ષના સૂત્રો એ જણાવ્યુ કે યુપી ની પાછળ મોદી સરકારના મંત્રી મંડળનુ વિસ્તરપણ અટકી પડયું છે તથા ઉતરપ્રદેશમાં સાથી પક્ષો અંગે પણ નિર્ણય લઇ શકાય નથી શ્રી બી.એલ.સંતોષ તા. 21 અને 22 લખનઉમાં રોકાશે અને માનવામાં આવે છે કે અત્યાર સુધી ની તમામ પેછીદી બાબતો ઉકેલશે અને ત્યારબાદ રાજયમાં મંત્રી મંડળ વિસ્તરણ થશે જો કે ભાજપનો એકવર્ગ માની રહયો છે કે મુખ્યમંત્રી બદલવાની શકયતા નહીવત છે.
આરએસએસનું મોટુ દબાણ છે અને યોગી યથાવત રહેશે પરંતુ તેમના ચહુેરાના આધારે ચુંટણી લડાશે નહી ભાજપ આ માટે કોઇ નવો મુદો ગોતી રહયુ છે જે તેને ચુંટણી એજન્ડા બનાવી શકે છે બીજી તરફ આગામી તા.7 જુલાઇ થી ચીત્ર કુટ માં આરએસએસ ની 5 દિવસ ની બેઠક મળી રહી છે અને તેમા ઉતરપ્રદેશ સહિતની 5 ધારાસભ્ય ચુંટણીઓ ચર્ચા થશે અને તેના આધારે ભાજપની સાથે નવો વ્યુહ ઘડાશે ઉતરપ્રદેશમાં ભાજપ જે રીતે પ્રચંડ બહુમતી હોવા છતા વધુ એક જીત માટે ચીંતા દર્શાવે છે તેનાથી રાજયમાં ભાજપની સ્થિતિ નબળી નહી હોવાનો પણ સંકેત મલે છે.


Related News

Loading...
Advertisement