જયાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી કોંગ્રેસ આગળ નહી વધી શકે

18 June 2021 06:32 PM
India Politics
  • જયાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી કોંગ્રેસ આગળ નહી વધી શકે

કોંગ્રેસ છોડનાર આસામના ધારાસભ્યનું ચોંકાવનારૂ નિવેદન

ગુવાહાટી (આસામ) તા.18
કોંગ્રેસમાંથી નેતાઓનો પક્ષ છોડવાનો દૌર રોકાવાનું નામ નથી લેતો, હવે આસામના કોંગ્રેસના ધારાસભ્ય રૂપજયોતિ કુર્મીએ પાર્ટી અને વિધાનસભામાંથી આજે રાજીનામુ આપી દીધુ હતું અને એમ પણ કહ્યું હતું કે તે ટુંક સમયમાં ભાજપમાં સામેલ થશે.રૂપજયોતિએ કોંગ્રેસ છોડવા માટે ચોંકાવનારૂ કારણ આપતા જણાવ્યું હતું કે જયાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી પક્ષ આગળ નહી વધી શકે.
કુર્મીએ રાહુલ ગાંધીને કમજોર નેતા જણાવી કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના યુવા નેતાઓની વાત નથી સાંભળી રહી, એટલે સભ્યોની સ્થિતિ ખરાબ થઇ રહી છે. રાહુલ ગાંધી પાર્ટીનું નેતૃત્વ કરવા અસમર્થ છે.


Related News

Loading...
Advertisement