મુકુલ રોયને પક્ષાંતર બદલ ગેરલાયક ઠેરવો: શુભેન્દુ અધિકારી

18 June 2021 06:34 PM
India Politics
  • મુકુલ રોયને પક્ષાંતર બદલ ગેરલાયક ઠેરવો: શુભેન્દુ અધિકારી

વિધાનસભા અધ્યક્ષને પત્ર: જોકે અધિકારી તેમનાં પિતાના પક્ષાંતર પર મૌન

કોલકતા તા.18
પ.બંગાળની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટાયા બાદ તૃણમુલ કોંગ્રેસમાં પરત ફરેલા પક્ષનાં સીનીયર નેતા મુકુલરોયને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવવા વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ એક પત્ર લખ્યો છે. મુકુલ રોય હાલમાં જ મુખ્યમંત્રી મમતા બેનરજીની હાજરીમાં પુન: તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા છે.

જોકે હજુ વિધાનસભા અધ્યક્ષને કોઈ સતાવાર જાણ નથી પણ મુકુલરોયે વળતો મુદ્દો ઉઠાવતાં શુભેન્દુ અધિકારીનાં પિતા શિથીર અધિકારી જે તૃણમુલ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા બાદ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તો તેઓને પહેલા રાજીનામું આપવુ જોઈએ. તેવી માંગ કરીને અધિકારી સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે.સુત્રોના જણાવ્યો મુજબ ભાજપમાં આગામી દિવસોમાં મોટુ ભંગાણ પડે 20-25 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.


Related News

Loading...
Advertisement