કોઠારીયાની પરીણીતાને આંચકી આવતા મોત

18 June 2021 06:44 PM
Rajkot Crime
  • કોઠારીયાની પરીણીતાને આંચકી આવતા મોત

પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ,તા.18
કોઠારીયા લેઉવા પટેલ સોસાયટી-7માં રહેતા રેશ્માબેન(40) પોતાના ઘરે હતા ત્યારે આંચકી આવતા બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ હતા. જયાં તેમનું મોત નીપજ્યું હતું. કોઠારીયાના પરણીતા રેશમાબેન હીરોજ શેખ(40) પોતાના ઘરે હતા ત્યારે ત્રણ આંચકી આવતા બેભાન થઇને ઢળી પડેલ હતા. ત્યાંથી તેમને તાત્કાલીક સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડેલ હતા.જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.જેમને સંતાનમાં ચાર દીકરા અને દીકરી હતા.જેમની વધુ તપાસ ભકિત નગર પોલીસ કરી રહી છે.


Related News

Loading...
Advertisement