મહંત આપઘાત કેસમાં આરોપી ડો.નિમાવતની આગોતરા માટેની અરજી પર કાલે સુનાવણી

18 June 2021 06:46 PM
Rajkot Crime
  • મહંત આપઘાત કેસમાં આરોપી ડો.નિમાવતની આગોતરા માટેની અરજી પર કાલે સુનાવણી

મહંતના મોતના 18 દિવસ બાદ એક પણ આરોપીને પોલીસ પકડી શકી નથી

રાજકોટ, તા.18
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી ગામના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ (ઉ.વ.65) એ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યા બાદ સામે આવ્યું હતું કે મહંતના મોત પછી તેમના મૃતદેહને વિદ્યાનગર મેઈન રોડ પરની દેવ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડો.નિલેષ નિમાવતની સૂચનાથી ડો.કમલેશ કારેલીયા અને મેડિકલ ઓફિસર ડો.ભૌતિક સોજીત્રાએ ખોટુ ડેથ સર્ટી બનાવી આપી મહંતના મોતને હાર્ટ એટેકમાં ખપાવી દીધી હતું.

આ મામલમાં મહંતની છેક તા.6ના રોજ પોલીસે પાસે પહોંચી હતી. જેમાં મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, હિતેશ જાદવે મહંતના બે યુવતી સાથે વીડિયો ઉતારી લઈ, બાપુને બ્લેક મેઇલિંગ કરતા હતા અને રૂપિયા પડાવતા હતા. આ મામલે બન્ને આરોપીઓને મદદ કરનાર અને મહંતને માર મારનાર વિક્રમ સોહલા(ભરવાડ) સહિત ત્રણેય સામે તા.8ના રોજ મરવા મજબુર કર્યાનો ગુનો નોંધ્યો હતો.

આ પ્રકરણમાં મહંતે ઝેરી ટિકડા ખાઈ આપઘાત કર્યો હોવા છતાં ખોટુ ડેથ સર્ટી બનાવનાર ત્રણેય ડોકટરોને પણ પોલીસે આરોપી બનાવ્યા હતા. તેમજ આશ્રમના ટ્રસ્ટી અને નામાંકિત સરકારી વકીલ રક્ષિત ક્લોલા કે જેની પાસે સ્યુસાઇડ નોટ હતી છતાં છુપાવી રાખી હોવાનું ખુલતા તેને પણ આરોપી બનાવાયા છે. આ મામલે ત્રણ દિવસ પહેલા ડો.નિમાવતે આગોતરા જામીન માટે રાજકોટની કોર્ટમાં અરજી કરી હતી જેની આવતીકાલે તા.19ના રોજ સુનાવણી થશે. મહંતના મોતના 18 દિવસ બાદ પણ પોલીસ એક પણ આરોપીને ઝડપી શકી નથી.


Related News

Loading...
Advertisement