સુરેન્દ્રનગરની પેઢી સાથે રૂા.24.62 લાખની છેતરપિંડી આચરનાર રાજકોટનો બ્રિજેશ પકડાયો

18 June 2021 06:50 PM
Rajkot Crime
  • સુરેન્દ્રનગરની પેઢી સાથે રૂા.24.62 લાખની છેતરપિંડી આચરનાર રાજકોટનો બ્રિજેશ પકડાયો

સુરેન્દ્રનગરની વિશ્વમ પેઢીમાં ચંદ્રેશ નામ ધારણ કરી પૈસા જમા કરાવતો:રાજકોટ આવેલી સુરેંન્દ્રનગર પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફુટેઝના આધારે સયુંક્ત ગુન્હાનો ભેદ ઉકેલ્યો

રાજકોટ,તા.18
સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટ ખાતે આવેલ વિશ્વમ આંગડીયા પેઢીમાં ચંદ્રેશભાઇ નામની વ્યકિતએ આંગડીયા પેઢીમાં અવાર નવાર વ્યવહારો કરી આંગડીયા પેઢીના સંચાલકોને વિશ્વાસમાં લઇ બાદ ફોન કરી અને દિલ્હી,રાજકોટ તથા બાવળા ખાતે અલગ અલગ રકમનું આંગડીયુ કરવા જણાવી બાદ તે રકમ ચુકતે કરી નહી આપી આરોપીઓએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધેલ જે વિશ્વમ્ આંગડીયા પેઢી સાથે રૂ.24,62,730ની છેતરપીંડી વિશ્વાસધાત થયાની ફરિયાદ નોંધાઈ હતી.

છેતરપિંડીના ગુન્હામાં એ.એસ.આઇ. એસ.વી.દાફડા નાઓ ચલાવી રહ્યા હતા તેઓ અને મેહુલભાઇ બુધાભાઇ મકવાણા રાજકોટ શહેર ખાતે આંગડીયા પેઢીમાં પૈસા આરોપી દ્વારા મોકલવામાં આવેલ હોય જે બાબતે તપાસ અર્થે આવેલ જે અંગે એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા અને ક્રાઇમબ્રાન્ચ પીઆઇ વી.કે .ગઢવીની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાન્ચના એ.એસ.આઇ. બી.જે.જાડેજા, મહીપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ તથા સુરેન્દ્રનગર પોલીસ સયુંકત ચીટીંગ કરનાર આરોપીઓની તપાસ કરવામાં આવેલ જે તપાસ દરમ્યાન પ્રાથમીક રીતે વિશ્વમ આંગડીયા સરેન્દ્રનગર તથા રાજકોટ ના સી.સી.ટી.વી. કુટેજ ચેક કરવામાં આવ્યા હતા.

જેમાં જોવામાં આવતા આરોપીઓ જેઓએ મોઢે માસ્ક તથા ટોપી પહેરેલ હોય જે દેખીતી રીતે તેની ઓળખ થાય તેમ ન હોય જેથી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા જે આરોપી પોતાનું નામ ચંદ્રેશ હોવાનું જણાવેલ જે ખરેખર ચંદ્રેશ નહી પરંતુ રાજકોટમાં રહેતો બ્રીજેશ પાડલીયા હોવાનું જણાતા આરોપી બ્રિજેશ કાંતીલાલ પાડલીયા (વાણંદ)(ઉ.વ.30)(રહે.150 ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે આર્યમાન સોસાયટી બ્લોક નં -21)ની ધરપકડ કરી સુરેન્દ્રનગર એ ડિવિઝનને સોંપ્યો હતો.


Related News

Loading...
Advertisement