દારૂના ગુનામાં અગિયાર માસથી ફરાર નામચીન યશ પકડાયો

18 June 2021 06:52 PM
Rajkot Crime
  • દારૂના ગુનામાં અગિયાર માસથી ફરાર નામચીન યશ પકડાયો

અનેકવાર મારામારી, દારૂ જેવા અનેક ગુનામાં સંડોવાયેલો છે યશ

રાજકોટ, તા. 18
પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા અગિયાર માસથી ફરાર યશ વલકુ દેથળીયાને ભકિતનગર પોલીસે મળેલી બાતમીના આધારે તેમના ઘરેથી ઝડપી લીધો હતો. ભકિતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.ડી.ઝાલા, પી.એસ.આઇ. આર.જે.કામળીયા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ અને કોન્સ્ટેબલ વાલજીભાઇ ભેડા અને દિવ્યરાજસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા અગિયાર મહિનાથી ફરાર આરોપી યશ દેથળીયા(રહે. પુજા પાર્ક શેરી, હુડકો ચોક) ઘરે આવેલ હોવાની જાણ થતા તેમને ઘરેથી દબોચી લીધેલ હતો.યશ વલકુ દેથળીયાનો ઇતિહાસ ગુનાહીત છે. અગાઉ પણ મારામારી, દારૂ જેવા અનેક ગુનાઓમાં તેમનું નામ ખુલવા પામ્યું હતું. ઘણા સમયથી ગુનાહીત ઇતિહાસ ધરાવતો આરોપી ઝડપાતા પોલીસને રાહતનો શ્ર્વાસ લીધેલ છે.


Related News

Loading...
Advertisement