દુધસાગર રોડ ઉપર વર્લીફીચરના આંકડા લઇ જુગાર રમાડતા બે ઝડપાયા

18 June 2021 06:54 PM
Rajkot Crime
  • દુધસાગર રોડ ઉપર વર્લીફીચરના આંકડા લઇ જુગાર રમાડતા બે ઝડપાયા

રાજકોટ તા.18
દુધસાગર રોડ ઉપર જાહેરમાં વર્લીફીચરના આંકડા લઇ જુગાર રમાડતા બે શખ્સોને થોરાળા પોલીસે દરોડો પાડીને રૂા. 17000 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. થોરાળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જી.એસ.ગઢવી અને કોન્સ્ટેબલ રાજદિપસિંહ ચોહાણને મળેલ બાતમીના આધારે દુધસાગર રોડ ઉપર, સીદીકી મસ્જિીદ આગળ જાહેરમાં વર્લીફીચરના આંકડા લઇ જુગાર રમાડતા અરજણ ઘોઘા બાવળીયા (રહે. ગંજીવાડા સોસાયટી, રાજકોટ) અને રાજેન્દ્રભાઇ વિનોદરાય આચાર્ય (રહે. આર.ટી.ઓનીસ પાછળ રાજકોટ) ને રૂા.17000 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.


Related News

Loading...
Advertisement