ગ્રાન્ટેડ શાળાઓના નિવૃત થયેલા શિક્ષકો સહિતના 10 હજાર કર્મચારીઓને હજુ સાતમા પગારપંચનુ એરીયર્સ ન ચૂકવાતા દેકારો

18 June 2021 06:57 PM
Rajkot
  • ગ્રાન્ટેડ શાળાઓના નિવૃત થયેલા શિક્ષકો સહિતના 10 હજાર કર્મચારીઓને હજુ સાતમા પગારપંચનુ એરીયર્સ ન ચૂકવાતા દેકારો

પગલા લેવા ઉચ્ચતર માઘ્યમિક શિક્ષક સંઘના પૂર્વપ્રમૂખ પટેલ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ઘા

રાજકોટ તા. 18
રાજયભરની ગ્રાન્ટેડ શાળાઓના નિવૃત થયેલા 10 હજાર વધુ શિક્ષકો-આચાર્યો સહિતના કર્મચારીઓને સાતમા પગારપંચનુ એરીયર્સ ગુજરાત સરકાર દવારા હજુ નહીં ચૂકવાતા દેકારો બોલી જવા પામેલ છે.

આ બાબતે તાકીદના ધોરણે પગલા લેવાની માંગ ઉઠાવી ગુજરાત રાજય ઉચ્ચતાર માઘ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજભાઇ પટેલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરી છે. આ બાબતે પંકજભાઇ પટેલે જણાવેલ છે કે રાજયમાં સાતમા પગાર પંચનો અમલ તારીખ 01/10/2017 થી કરવામાં આવ્યો છે જે પગાર પંચના તફાવતની રકમ સરકારી કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો, હાલ ચાલુ તેમજ નિવૃત થયેલ

તે તમામને રોકડમાં છ માસમાં તમામ હપ્તા ચુકવી આપવામાં આવ્યા છે. પરંતુ રાજયના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત માત્રને માત્ર રાજયની ગ્રાન્ટેડ શાળાના દસ હજાર કરતાં વધુ માઘ્યમિક તેમજ ઉચ્ચતર માઘ્યમિક શિક્ષકો, આચાર્યઓ, કલાર્ક અને સેવકોનેઆ રકમ વાર્ષિક ધોરણે પાંચ હપ્તામાં ચુકવવાનું નકકી કર્યુ. જેનો ફકત એક વાર્ષિક હપ્તો રોકડમાં મળેલ છે. જયારે ચાર વર્ષના ચાર હપ્તા હજુ ચુકવવામાં આવેલ નથી.

તા.01/1/2016 થી તા.31/5/2021 સુધી ગ્રાન્ટેડ શાળાના લગભગ દસ હજાર કરતાં વધારે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ નિવૃત થયેલ છે. જે નિવૃત થયેલ શિક્ષકો અને કર્મચારીઓમાંથી લગભગ 200 થી વધારે મૃૃત્યુ પામ્યા છે. હાલની કોરોના મહામારીમાં નિવૃત કર્મચારીઓના કુટુમ્બીજનો અસંખ્ય આર્થિક મુશ્કેલીઓનો સામાનો કરી રહયા છે. મૃત્ય પામેલ કર્મચારીના વારસદારોને પણ ખબર નથી

કે તેમની કેટલી રકમ લેવાની થાય છે. ઘણી શાળામાંથી તેમના રેકર્ડ પણ ઉપલબ્ધ થતાં નથી. આ ઉપરોકત બાબતને ઘ્યાનમાં લઇ ગ્રાન્ટેડ શાળાના નિવૃત કર્મચારીઓની વિકટ પરિસ્થિતિના નિવારણ માટે સાતમા પગાર પંચના બાકીના ચાર હપ્તા માનવતાના ધોરણે સત્વરે રોકડમાં ચુકવી આપવા તેઓએ માંગ ઉઠાવી છે.


Related News

Loading...
Advertisement