ભકિતનગર પોલીસની પ્રજાલક્ષી ઝુંબેશ, વાહન ચોરી અટકાવવાની પ્રજાને શીખામણ આપી

18 June 2021 06:58 PM
Rajkot Crime
  • ભકિતનગર પોલીસની પ્રજાલક્ષી ઝુંબેશ, વાહન ચોરી અટકાવવાની પ્રજાને શીખામણ આપી

લોક માર્યા વગરના વાહનો પોલીસ સ્ટેશને લઇ જઇ, માલીકોને બોલાવી વાહન ચોરી કેમ અટકાવવી તેની શીખામણ આપી

રાજકોટ તા.18
ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.કાતરીયા, પી.એસ.આઇ જે.બી.પટેલ, આર.કે.કામળીયા અને એસ.એન.જાડેજા દ્વારા પ્રજાલક્ષી ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં હાલ વાહન ચોરીના બનાવો વધતા વાહન માલિકો પોતાના વાહન લોક કર્યા વગર ગમે ત્યાં પાર્ક કરીને મુકી દેતા જેથી વાહન ચોરોને ચોરી કરવા માટે સરળતા રહેતી જેથી વાહન ચોરીના કેસ ઘટાડવા ભકિતનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જયાં વાહન લોક કર્યા વગર પાર્ક કરેલ હોય તેમને પોલીસ દ્વારા ઉપાડીને પોલીસ સ્ટેશને લઇ આવેલ અને વાહન માલિકને જાણ કરીને પોતાનું વાહન કઇ રીતે સુરક્ષીત રહે તેની સમજણ આપી હતી.


Related News

Loading...
Advertisement