ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300થી ઓછા કેસ, આજે નવા 262 દર્દી : 776 સાજા થયા

18 June 2021 08:32 PM
Gujarat
  • ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300થી ઓછા કેસ, આજે નવા 262 દર્દી : 776 સાજા થયા

● છેલ્લા 24 કલાકમાં 5ના મોત બાદ કુલ મૃત્યુઆંક 10023 થયો, હાલ રાજ્યમાં 7230 એક્ટિવ કેસ છે જેમાંથી 198 વેન્ટિલેટર ઉપર ● કુલ 8.21 લાખ સંક્રમિતોમાંથી 8,04,668 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 97.90 ટકા સુધી પહોંચી ગયો

રાજકોટઃ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300થી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે. ગઇકાલે ગુરુવારે 293, બુધવારે 298 અને આજે શુક્રવારે 262 કેસ સપાટી પર આવ્યા છે. હાલ રાજ્યમાં 7230 એક્ટિવ કેસ છે. કુલ 8.21 લાખ સંક્રમિતોમાંથી 8,04,668 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રિકવરી રેટ 97.90 ટકા સુધી પહોંચી ગયો છે. જે ખૂબ જ રાહતની વાત કહી શકાય.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 262 કેસો નોંધાયા છે. 5 દર્દીઓના મૃત્યુ થયા છે. 776 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 198 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 7032 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10023 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 821926 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 43, સુરત 37, વડોદરા 25, રાજકોટ 22, જુનાગઢ 21, ગીર સોમનાથ 16, અમરેલી - ભરૂચ 8, આણંદ - બનાસકાંઠા - દેવભૂમિ દ્વારકા - કચ્છ - વલસાડ 7, નવસારી - જામનગર 6, પંચમહાલ - પોરબંદર - સાબરકાંઠા 5, અરવલ્લી - ગાંધીનગર 4, ખેડા - મહેસાણા 3, તાપી 2, ભાવનગર - દાહોદ - ડાંગ - મહિસાગર 1.


Related News

Loading...
Advertisement