ભાવનગરમાં આજે પણ કોરોનાનો નવો માત્ર ૧ કેસ, ૪ દર્દીઓ સાજા થયા

18 June 2021 09:16 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે પણ કોરોનાનો નવો માત્ર ૧ કેસ, ૪ દર્દીઓ સાજા થયા

● જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૮૭ કેસો પૈકી ૭૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ ● મ્યુકર માઇકોસીસના ૨ સસ્પેકટીવ કેસ નોંધાયા બાદ કુલ ૮૦ એક્ટિવ કેસ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.18
ભાવનગરમાં આજે પણ કોરોનાનો નવો એક ન કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં હાલ સંક્રમિતોની સંખ્યા ૨૧,૩૮૭ થઈ છે. આજે ભાવનગર શહેરી વિસ્તારમાં ૧ પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે દાખલ કરાયા છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૩ કેસ મળી કુલ ૪ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૭ કેસ પૈકી હાલ ૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૪ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

જિલ્લામાં આજે મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ ૮૦ કેસ સારવાર હેઠળ છે. જે પૈકી ૭૫ કન્ફર્મ કેસ, ૪ સસ્પેક્ટેડ કેસ અને ૧ નેગેટિવ કેસ છે. જ્યારે આજદિન સુધીમાં ૨૨ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement