રાજકોટઃ અશક્ત માતાને ચોથા માળેથી ફેંકી હત્યા કરનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

18 June 2021 09:44 PM
Rajkot Crime Gujarat
  • રાજકોટઃ અશક્ત માતાને ચોથા માળેથી ફેંકી હત્યા કરનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
  • રાજકોટઃ અશક્ત માતાને ચોથા માળેથી ફેંકી હત્યા કરનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
  • રાજકોટઃ અશક્ત માતાને ચોથા માળેથી ફેંકી હત્યા કરનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
  • રાજકોટઃ અશક્ત માતાને ચોથા માળેથી ફેંકી હત્યા કરનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
  • રાજકોટઃ અશક્ત માતાને ચોથા માળેથી ફેંકી હત્યા કરનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

ત્રણ વર્ષ પહેલાં શહેરના નાણાવટી ચોકમાં રહેતા પ્રોફેસર પુત્ર સંદિપ નથવાણીએ નિવૃત શિક્ષિકા માતા જયશ્રીબેનની સારવાર ન કરવી પડે તે માટે બિલ્ડીંગ પરથી ઘા કરી દેતા તેમનું મોત નીપજ્યું હતું

રાજકોટ તા.18
બીમાર અને વ્હીલચેરના સહારે રહેલી માતાની સારવાર કરાવવાથી ભાગી છુટવા ત્રણ વર્ષ પૂર્વે નાણાવટી ચોકમાં આવેલા એપાર્ટમેન્ટના ચોથામાળેથી ફેંકી દઇ કરાયેલી હત્યાના ગુન્હામાં અદાલતે આરોપી પ્રોફેસર પુત્રને તકસીરવાન ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા આ હત્યા કેસને સરકારી વકીલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવવા અને મનુષ્ય જાતી વિરૂદ્દના આ ગુન્હામાં કપાતર પુત્રને ફાંસીની સજા મળવી જોઇએની અદાલત સમક્ષ માંગણી કરી હતી.

આ કેસની વિગત અનુસાર દોઢ સો ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં નિવૃત શિક્ષિકા જયશ્રીબેન વિનોદભાઈ નથવાણી (ઉ.વ.64) તા.27.9.17 ના રોજ વહેલી સવારે એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી પડી ગયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પૂછતાછમાં બી. કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં મૃતક જયશ્રીબેન નથવાણીના પુત્ર સંદિપ વિનોદભાઇ નથવાણીએ પોતાની માતા અગાસી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.

પ્રોફેસર કપૂત પુત્રએ વૃધ્ધ-બિમાર માતાને એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી ગબડાવી મોતને ઘાટ ઉતારી દીધા છે અને આ ઘટનાને આકસ્મિક ઘટના ખપાવવા સ્ટોરી ઉભી કરી હોવાની પોલીસમાં નનામી અરજી થઈ હતી. જે નનામી અરજીના આધારે ડીસીપી કરણરાજ વાઘેલાએ તપાસ હાથ ધરતા સામે આવેલા સીસીટીવી ફૂટેજે સંદિપના ફીટકાર વરસાવતા કૃત્યનો ભાંડો ફોડ્યો હતો અને ઘટના આકસ્મિક કે આપઘાતની નહિ પણ હત્યાની હોવાનું ફલીત થઇ ગયું હતું. પુત્રએ જ પોતે માતાને મારી નાંખ્યાનું જાહેર થતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

જનેતાને મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર પુત્ર સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જનેતાની હત્યાને આકસ્મિક ઘટનામાં ખપાવનાર પ્રોફેસર સંદિપ નથવાણીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે મારા માતા સતત બિમાર અને પથારીવશ હોઇ તેની સેવા ચાકરી માટે મારે અને પત્નિને માથાકુટ થતી હતી. હું કોલેજ હોઉ ત્યારે પણ પત્નિનાં ફોન આવતાં કે બા માથાકુટ કરે છે. સતત આવી લપ થતી અને બા કચ-કચ કરતાં હોઇ જેથી હું કંટાળી ગયો હતો. જેથી મેં રોજની લપમાંથી છૂટકારો મેળવવા માતાને અગાસી પર વોકિંગ કરાવવા અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવા માટે લઈ ગયો હતો.

અને માતાને ઠંડા કલેજે ચોથા માળેથી નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે સમગ્ર તપાસ બાદ માતાના હત્યારા પુત્રને જેલ હવાલે કર્યો હતો. જનેતાની ઠંડા કલેજે હત્યા કરનાર પુત્ર સામેનો હત્યા કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોક્ટર, પોલીસ, ફ્લેટ ધારકો,આરોપીની બહેન અને બનેવી સહિત 28 લોકોના મૌખિક પુરાવા અને રેકોર્ડ પરની તમામ હકીકતો ધ્યાને એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એન.દવેએ જનેતાને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર કપૂત સંદીપ નથવાણીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશભાઈ જોષી અને પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા.


Related News

Loading...
Advertisement