રાજકોટના જવેલર્સ કંપનીના મેનેજર પાન - માવો ખાવા ગયાને પાછળથી કારમાંથી તસ્કરો 4 કિલો સોનુ ચોરી ગયા

18 June 2021 10:32 PM
Vadodara Crime Rajkot
  • રાજકોટના જવેલર્સ કંપનીના મેનેજર પાન - માવો ખાવા ગયાને પાછળથી કારમાંથી તસ્કરો 4 કિલો સોનુ ચોરી ગયા
  • રાજકોટના જવેલર્સ કંપનીના મેનેજર પાન - માવો ખાવા ગયાને પાછળથી કારમાંથી તસ્કરો 4 કિલો સોનુ ચોરી ગયા
  • રાજકોટના જવેલર્સ કંપનીના મેનેજર પાન - માવો ખાવા ગયાને પાછળથી કારમાંથી તસ્કરો 4 કિલો સોનુ ચોરી ગયા

● વડોદરાના છાણી જકાતનાકા સર્કલ પાસે ઘટના બની, પોલીસને મીડિયાના માધ્યમથી જાણ થઈ ● આશ્ચર્યની વાત તો એ છે કે, સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વિપુલ ધકાણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું

વડોદરા:
વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ રાજકોટના એક જવેલર્સ કંપનીના મેનેજરને પાન - માવો ખાવાનું વ્યસન કરોડોમાં પડયું છે. વાત જાણે એમ છે કે, માર્કેટિંગ મેનેજર પોતની કારમાં 4 કિલો સોનુ મુકી પાન - માવો ખાવા ગયા અને પાછળથી કારમાંથી તસ્કરો 4 કિલો સોનુ ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ વડોદરાના છાણી જકાતનાકા સર્કલ પાસે બન્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, કરોડોની કિંમતનું સોનુ ચોરાઈ ગયું હોવા છતાં સોની વેપારીએ હજુ સુધી ફરિયાદ દાખલ કરાવી નથી.

મળતી વિગત મુજબ એક જવેલર્સ કંપનીના માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતા રાજકોટના વિપુલભાઈ ધકાણ તેના સહકર્મી અને ડ્રાઇવર સાથે છેલ્લા 3-4 દિવસથી વડોદરા આવ્યા હતા. અહીં તેઓ પંચશીલ નામની હોટલમાં રોકાયા હતા. તેઓ રાજકોટથી સોનાના દાગીના લઇ વડોદરા શહેરના જ્વેલર્સમાં માર્કેટીંગ માટે આવ્યાં હતા. આજે સવારે 11 વિપુલભાઈ તેમની કાર નંબર જીજે - 03 - એલઆર - 7182 માં વડોદરાના છાણી જકાતનાકા સર્કલ પાસે આવ્યા હતા અને અહીં રોડની સાઈડમાં કાર પાર્ક કરી ત્રણેય પાન - માવો ખાવા ઉભા રહ્યા હતા. કારની ડીકીમાં સોનાના દાગીના હતા. કોઈને જાણે તેની જાણ હોય તેમ બાઇક પર આવેલા હેલ્મેટધારી બે શખ્સોએ કારની ડ્રાઇવર સાઇડનો કાંચ તોડી ડીકી ખોલી સોનાના ઝવેરાત ભરેલી બેગ તફડાવી ફરાર થઇ ગયા હતા. જોકે બુમાબુમ થતાં કાર માલિક વિપુલ ધકાણ સહિત આસાપાસની ખાણી-પીણીની લારીના સંચાલકો પણ દોડી આવ્યાં હતા.

આ ઘટના બનતા મેનેજર દ્વારા પોલીસને આ બાબતે કોઇ જાણ કરવામાં આવી ન હતી. પરંતુ સાંજે મીડિયાના માધ્યમથી પોલીસના ઉચ્ચઅધિકારીઓને ઘટનાની જાણ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

નજરે જોનાર લોકોનું કહેવું છે કે, બાઈક પર આવેલા એક શખ્સે હેલ્મેટ પહેરી હતી, જ્યારે બીજાનુ માથુ અને મોઢુ આખું ઢાંકેલુ હતુ. જેથી ચેહરો જોઇ શકાયો નથી. આ બે શખ્સો સાથે અન્ય એક બાઇક સવાર પણ હતો. જે પોતાની બાઇક ચાલુ રાખીને ઘટના સ્થળથી થોડેક જ આગળ ઉભો હતો. આ મામલે એસીપી પરેશ ભેસાણીયા દ્વારા રાજકોટના વિપુલ ધકાણ તેની સાથેના બે શખ્સોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન કારની ડીકીમાં મુકેલી બેગમાં અંદાજીત 4 કીલો ગ્રામ સોનુ હોવાનુ વિપુલ ધકાણે પોલીસને જણાવ્યું છે. જોકે મહત્વની બાબત એ છે કે, સવારે 11 વાગ્યાની આસપાસ બનેલી ઘટના અંગે વિપુલ ધકાણ કે તેના સહકર્મીએ આ બાબતે પોલીસને જાણ કરી ન હતી. તેવામાં વિપુલ ધકાણ અને તેના સહકર્મી તેમજ ડ્રાઇવર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જેથી પોલીસે ત્રણેયનું ક્રોસ ઇન્ટરોગેશન કરાયું છે.


Related News

Loading...
Advertisement